તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ જગતને સેન્સર બોર્ડ ઓફિસ આપો

રાજકોટઃ દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલના કન્વીનર બિહારીભાઇ ગઢવી, જનકભાઇ ઠકકર તેમજ તેમની ટીમે કેન્દ્રીય મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ, લોકસભા સાંસદશ્રી પુરૂષોતમ રૂપાલા સાથે કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત લઇ અને ગુજરાતી ફિલ્મ જગતને સેન્સર બોર્ડની ઓફિસ ગુજરાતમા઼ મળે તેની રજૂઆત કરવામાં આવી. ગુજરાતી ફિલ્મો ભારતના ચલચિત્ર જગતમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતી ચલચિત્ર જગતમાં ખૂબ જ હકારાત્મક ફેરફાર જોવા મળ્યા છે. ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપે અને સાથે મનોરંજન પણ પુરૂ પાડે તેવી અનેક ગુજરાતી ફિલ્મો આપણી સમક્ષ ગુજરાતના યુવા કલાકારો, દિગ્દર્શકો અને નિર્માતાઓએ પ્રસ્તુત કરી છે. હાલના પરિપેક્ષમાં સેન્સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં આવશ્યક હોય તેમ જણાવતા આ રજૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે અરવિંદભાઇ વેગડા, મહર્ષિભાઇ દેસાઇ તેમજ રાકેશભાઇ પૂજારા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમ ભાજપ ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો. યજ્ઞેશ દવે જણાવે છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
