<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

બારએસો.ની ચુંટણીમાં સમરસ પેનલની જીત અંગે વકીલોનો આભાર માનતા દિલીપ પટેલઃ તમામ બારએસો.વકીલ સંગઠનોની આ જીત છે

રાજકોટ શહેરની અતિ પ્રતિષ્ઠાભર્યા રાજકોટ બાર એસોસીએશન ચુંટણીના જંગમાં સમરસ પેનલને જીત અપાવના૨ તમામ સમાજના વકીલ ભાઈ-બહેનો તથા અલગ અલગ બાર એસો.નો દીલથી આભાર બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના મેમ્‍બર દીલીપ પટેલ, રેવન્‍યુ બારના પ્રમુખ રમેશ કથીરીયા, વિજય તોગડીયા, નોટરી એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, યોગેશ ઉદાણી, હસમુખ જોષી, મહિલા બારના બીનલ રવેશીયા, સ્‍મીતાબેન અત્રી, મહેશ્વરીબેન ચૌહાણ, ક્રિમીનલ બારના રાજકુમાર હે૨મા, હિતુભા જાડેજા, જે,એન. રાણા સહિતનાએ સમરસ પેનલના સમર્થનમાં જંગી મતદાન કરી જીતાડવા તમામનો આભાર માનેલો હતો.

સમરસ પેનલ એકજુટ થઈ એક એક મતદારને પોતાના તરફી સમજાવવામાં પ્રમુખ પરેશ મારૂ અને તેની તમામ ટીમ સફળ રહેલ હતી અને  ભાજપા લીગલ સેલના મેમ્‍બર શ્રી વિરેન વ્‍યાસ, વીમલ ડાંગર, ધર્મેશ સખીયાએ પણ સમરસ પેનલના સમર્થનમાં લીગલ સેલના મતદારોને સમરસ પેનલની મતપેટી સુધી પહોચાડવામાં સફળતા મેળવેલ હતી.

રાજપુત સમાજના સૌથી વધુ વકીલો રૂપરાજસિંહ ૫૨મા૨, અશોકસિંહ વાઘેલા, ઈદુભા ઝાલા, રામદેવસિંહ ઝાલા, અજય ચૌહાણ, પ્રકાશસિંહ ગોહિલ, વિજયસિંહ ચૌહાણ, જે. એ. રાણા, હિતુભા જાડેજા સહિતના આગેવાનોની સમરસ પેનલના સમર્થનમાં મીટીંગ મળેલ હતી.

રાજકોટ શહેરના સમરસ પેનલ દ્વારા લડતા સામે ભાજપ શહેર, લીગલ સેલ સહિતના સામા પક્ષે મદદ કરતા હતા. આ વર્ષે ભાજપ પ્રદેશ અને શહેર બંને તરફ ભાજપના જ સમર્થક વકિલો લડતા હોય નાની ચુંટણીમાં કોઈને સમર્થન જાહેર નહીં કરતા પાસુ પલટાયેલ હતુ છતા પ્રમુખની ઉમેદવાર દીલીપ જોષીના ટેકેદારો ભાજપ લીગલ સેલના નામે પ્રચાર સોશીયલ મીડીયામાં કરતા હોવા છતા કારમી હાર મળેલ હતી જયારે તેના કરતા વધારે મતો અપક્ષ લડતા બકુલ રાજાણીને મળેલ હતા.

સમરસ પેનલના નામી અનામી તમામ વકીલ ભાઈ બહેનો સમાજના શ્રેષ્ઠીઓનો આભાર બાર કાઉન્‍સીલના મેમ્‍બર દીલીપ પટેલ, પ્રદેશ કારોબારીના સભ્‍ય હિતેશ દવે, બીમલ જાની, વિશાલ ગોસાઈ, હરેશ પરસોડા, દીલીપ મહેતા, યોગેશ ઉદાણી સહિતના સંખ્‍યાબંધ વકિલોનો સમરસ પેનલને જીતાડવા મહત્‍વનો ભાગ રહેલ હતો.

(3:31 PM IST)