તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
રાજપીપળામાં વિધાર્થીઓને પગભર બનાવતો કૌશલ્યોત્સવ યોજાયો, જેમાં 53 સ્કૂલોએ ભાગ લીધો
શાળામાં ચાલતા વોકેશનલ ગાઇડન્સથી બાળકો પગભર બની રહ્યા છે: કિરણ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:સરકાર દ્વારા સ્કૂલમાં ઉધ્યોગલક્ષી તાલીમ આપવા વોકેશનલ ગાઇડન્સનો નવો અભ્યાસક્રમ એડ કર્યો જેમાં માધ્યમિક સ્કૂલોમાં વોકેશનલ ગાઇડન્સનો વિષય ભણાવવામાં આવે જેમાં ઇલેક્ટ્રિસીયન, બ્યુટીપાર્લર, કડીયાકામ, ખેતી સહિત અનેક કામગીરીની તાલીમ આપવામાં આવે અને પ્રેક્ટિકલ કરી મોડલ પણ બાળકો દ્વારા બનાવવામાં આવે આવા મોડેલોનું પ્રદર્શન રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું.
GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને તાલીમ ભવન નર્મદા દ્વારા વિકેશનલ એજ્યુકેશન અંતર્ગત કૌશલ્યોત્સવ 2024 નું આયોજન રાજેન્દ્ર સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ ના આચાર્ય યોગેશ વસાવા અને તેમની ટીમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કિરણ પટેલ સહિત શિક્ષણ વિભાગનો સ્ટાફ હાજર રહ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી કિરણ પટેલે જણાવ્યું હતું કે આ વોકેશનલ ગાઇડન્સ થકી જે દીકરી બ્યૂટી પાર્લરનું કામ શીખી છે તે હાલ લગ્ન સીઝનમાં ગામડાઓમાં મહેંદી મૂકી દુલ્હન તૈયાર કરી કમાતી થઈ છેં. એવીજ રીતે વિધાર્થીઓ પણ કડિયા તાલીમ, હોય કે ઓટોમોબાઇલ કામગીરી કરી પગભર બન્યા છે. પ્રધાનમંત્રી ની આ યોજના સાચા અર્થમાં બાળકોને પગભર બનાવવા મદદરૂપ થઈ છે. અને ભણતા ભણતા આ વોકેશનલ ગાઇડન્સ થી તેમને પગભર થવાની અને રૂપિયા કમાવવાની ઈચ્છા જાગ્રત થાય એટલે અન્ય ખોટા માર્ગે જવાનું ટાળે છે. જે આ કાર્યક્રમની સફળતા છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
