<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ભાવનગર જુનાબંદર રોડ પર પાર્ક કરેલ ટ્રકની કેબિનમાં આગ

 

ભાવનગર, તા.૨૧: જુના બંદર વિસ્‍તારમાં રહેતા રાજુભાઈ મનસુખભાઈ મકવાણા ની માલિકીનો ટ્રક જૂના બંદર રોડ પર પાર્ક કર્યો હતો. આ ટ્રકની કેબીનમાં કોઈ કારણોસર મોડી રાત્રિના આગ લાગી હતી. આગની આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આગની આ ઘટનામાં ટ્રકની કેબિન સળગી જતા નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્‍યું હતું.

જુગાર રમતા પાંચ શખ્‍સ ઝડપાયા

વેળાવદર ભાલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નર્મદ ગામમાં આવેલ નવા તળાવની સામે, બાવળની કાંટમાં જુગાર રમતા ૦૫ ઇસમો રાજેશ ઉર્ફે પીળો બાબુભાઈ બારૈયા, ધીરુ ઉર્ફે ભગત સવજીભાઈ ગોહેલ, ગૌતમ ઉકાભાઇ ચૌહાણ, ઝાહિદ રજાકભાઈ લાખાણી અને મહેબુબ વલીભાઈ લાખાણી (રહે. તમામ ભાવનગર)ને રોકડા રૂ.૧૬,૯૩૦/- મોબાઈલ નંગ ૦૪ મળી કુલ રૂ.૩૩,૩૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(4:03 PM IST)