તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1526 રૂપિયા બોલાયો: જાણો અન્ય 50 યાર્ડના શું રહ્યા ભાવ
ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 5,679.70 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 5,679.70 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1526 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1476 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોડેલીમાં 1494 રૂ., બાબરામાં 1488 રૂ., બગસરામાં 1483 રૂ., મોરબીમાં 1480 રૂ., બોટાદમાં 1473 રૂ., કાલાવડમાં 1470 રૂ., ગોંડલમાં 1438 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,679.70 ટન કપાસની આવક થઇ છે.


(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
