તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
દર્શન યુનિવર્સિટી અને આઇએનઓ દ્વારા આજથી ‘‘દ્વિતીય નેશનલ કોન્ફરન્સ -‘‘યોગ નિસર્ગોપચાર સંભાષાનો પ્રારંભ''

રાજકોટઃ દર્શન યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ નૈયરોપથી સંસ્થા - નવી દિલ્હી તેમજ મિનિસ્ટ્રી ઓફ આયુષ, ભારત સરકારનાં સંયુક્ત ઉપક્રમે દ્વિતીય રાષ્ટ્રીય પરીષદ -‘‘યોગ નિસર્ગોપચાર - ૨૦૨૪''નુ આજે બે દિવસ ં ના. ૨૧ અને ર૨ ડિસેમ્બર માટે દર્શન યુનિવર્સિટી ખાતે (મોરબી હાઇવે, મો.૯૭૨૭૭૪૭૩૧૦/૧૧ રાજકોટ) આયોજન થયું છે. જેની થીમ‘‘યોગ અને નિસર્ગોપચાર'' એ વ્યકિત તથા સમાજ માટે ઉપયોગી છે. આ પરીષદમાં નોલેજ પાર્ટનર તરીકે લુકવીશ યોગ યુનિ., નેશનલ ઈન્સ્ટી.ઓફ નેચરોપથી, મૌરા જી દેસાઈ નેશનલ ઈન્સ્ટી, ઓફ યોગ અને શ્રી સૌમનાથ સંસ્કળત યુનિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગરનો પણ સહયોગ પ્રાપ્ત થયો હોવાનું દર્શન યુનિના, રજીસ્ટ્રારની યાદી જણાવે છે.આ પરીષદમાં રાષ્ટ્રીય સ્તરના ૧૮ થી વધુ વક્તાઓ યોગ અને નિસર્ગોપચારના વિવિધ વિષયો પર ડાયરેક્ટર આયુષ ડેપ્યુટી ડાયરેક્ટર આયુષ પોતાનું વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છેં વિવિધ યુનિ. ના કુલ ૪૪ સંશોધન પેપરો, ૪૫ પોસ્ટરો પ્રસ્તુત કરવામાં આવશે, તેમજ પરીષદમાં ૩૫૦ થી વધુ પ્રતિનિધીઆ ,ેવિદ્યાર્થીઓ, યોગા પ્રોફેશનલ્સ તેમજ નેચરોપેથ ભાગ લઇ રહ્યા છે.
પરીષદના મુખ્ય હેતુઓમાં યોગ અને નિસર્ગોપચારના શાષાીય અને આધુનીક માળખાને જોડવા, શારીરીક અને માનસીક આરોગ્ય માં તેમનું મહત્વ સમજાવવું અને યુવાનોને અને પ્રોફેશનલ્સને નવા અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે.દર્શન યુનિવર્સિટી ખાતે યોજનાર ઉપરોકત દ્રિતીય રાષ્ટ્રીય પરીષદ -‘‘યોગ નિસર્ગોપચાર - ૨૦૨૪''માં સહભાગી થવા આઇએનઓ ન્યુ દિલ્હીનાં નેશનલ પ્રેસિડેન્ટ ડો. અનંત બિરાદર તથા દર્શન યુનિવર્સિટીનાં પ્રોવોસ્ટ પ્રો. મનિષ સંઘાણી એ જાહેર નિમંત્રણ આપેલ છે.
(3:20 PM IST)










