News of Saturday, 21st December 2024
રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં કારોબારીની જગ્યા ઉપર અશ્વિન રામાણીનો ભવ્ય વિજય

રાજકોટ તા. ર૧: રાજકોટ બાર એશોસીએશનની વર્ષ ૨૦૨૫ની ખુબ જ રસાકસી ભરેલ ચુંટણીમાં સામાકાંઠાના યુવા એડવોકેટ અશ્વીનભાઈ રામાણીનો ભવ્ય વિજય થયેલ છે, અશ્વીનભાઈ રામાણી સામાકાંઠામાં ખુબ જ સારી લોકચાહના ધરાવે છે, અને અશ્વીનભાઈ રામાણીના વિજય માટે સામાકાંઠાના તમામ વકીલ મીત્રોએ એક જુથ થઈ કામ કરેલ અને સામાકાંઠા વિસ્તારના વકીલોએ ગૂપ મીટીંગો તેમજ ડોર ટુ ડોર પંચાર કરી અને અશ્વીનભાઈ રામાણીને વિજય બનાવવામાખુબ જ મહેનત કરેલ છે, અશ્વીનભાઈ રામાણી સીવીલ તેમજ રેવન્યુ ક્ષેત્રે છેલ્લા ૨૨ (બાવીસ) વર્ષથી પ્રેકટીશ કરે છે, તેમજ તેઓ વકીલોને દસ્તાવેજ નોંધણી બાબતે તથા કલેકટર, નાયબ કલેકટર, મામલતદાર કચેરી, સીટી સર્વે કચેરીએ પડતી નાની મોટી મુશ્કેલીઓ તથા અડચણોમાં સતત મદદરૂપ થતા હોય છે, અને સામાકાંઠાના મોટાભાગના બિલ્ડરોમાં ખુબ જ માનપાન ધરાવે છે, તેમજ અનેક સામાજીક સંસ્થાઓ તથા રામાણી પરીવારમાં પણ સક્રીય રહી સતત કાર્યશીલ રહે છે, આમ શ્રી અશ્વીન રામાણીના ભવ્યના વધામણા તેમના તમામ મિત્રવર્તુળ તથા સામાકાંઠા ના વકીલમીત્રો કરી રહેલ છે, અને મોડી રાત્રે અશ્વીનભાઈને વિજયના હારતોરા કરવા તમામ મિત્રો પહોંચી ગયેલ હતા.
(3:33 PM IST)










