<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

અમદાવાદમાં મોડર્ન લાઇફસ્‍ટાઇલ પ્રોજક્‍ટ્‍સનો ક્રેઝ વધ્‍યો : પાર્થ પટેલ

શા માટે રાજકોટ - સૌરાષ્‍ટ્રવાસીમાંથી ૩૦% જેટલું ધરખમ બુકિંગ મળે છે..? અમદાવાદના અગ્રણી ડેવલપર કારણ જણાવે છે..

રાજકોટમાં પણ હવે વધુ એમેનીટિઝ ધરાવતા હાઇરાઇઝ બિલ્‍ડિંગમાં રહેવાનો, મોડર્ન લાઇફસ્‍ટાઇલ માણવાનો લોકોને ચસ્‍કો લાગી રહ્યો છે, જેના કારણે ઈનોવેટિવ પ્રોજેક્‍ટ્‍સ માટે ઘણી તકો રહેલી હોવાનો કવિશા ગ્રુપના એમ.ડી. પાર્થ પટેલનો અભિપ્રાય જ્જ સૌરાષ્‍ટ્રના લાંબા દરિયાકાંઠાના મેઈન સેન્‍ટર ગણી શકાય તેવા જામનગર, ભાવનગર, પોરબંદર દ્વારકા વગેરે સ્‍થળોએ લોકોને વૈભવી સવલતો - સુવિધા વાળી લાઇફસ્‍ટાઇલ માટે પ્રીમિયમ પ્રોજેક્‍ટ્‍સ વિકસાવવા માટે વિપુલ સંભાવનાઓ હોવાનો મત વ્‍યકત કર્યો

રાજકોટ : રંગીલા રાજકોટથી, સૌરાષ્‍ટ્રભરમાંથી અમદાવાદમાં રિયલ એસ્‍ટેટ ક્ષેત્રે રોકાણ કયા કારણોસર કરવામાં આવે છે, શું જરૂરિયાત ઊભી થાય છે, કઈ - કઈ તકો રહેલી છે તે અંગે ઘણી વાતો આપણે સાંભળીએ છીએ. પરંતુ આજે સંપત્તિ ટાઈમ્‍સના માધ્‍યમથી ચાલો રાજકોટ, સૌરાષ્‍ટ્રના રિયલ એસ્‍ટેટને અમદાવાદ સાથે જોડીએ.

રાજકોટના આંગણે પધારે સીઈપીટી, આઈઆઈએમ બેંગલોર અને નિરમાના પૂર્વ વિદ્યાર્થી એવા કવિશા ગ્રુપના મેનેજિંગ ડિરેક્‍ટર પાર્થ પટેલે સંપત્તિ ટાઈમ્‍સ સાથેની વાતચીતમાં અમદાવાદના બોપલ, શેલા સહિતના વિસ્‍તારોમાં રાજકોટ- સૌરાષ્‍ટ્રવાસીઓ દ્વારા રિયલ એસ્‍ટેટ ક્ષેત્રે કરવામાં આવેલ રોકાણ અંગેના તર્કસંગત તથ્‍યો રજૂ કર્યા છે.

તેમણે જણાવ્‍યું હતું કે, અમદાવાદમાં હાલ યંગ જનરેશનને મોટા કાર્પેટ વાળા સ્‍પેસીયસ ઘર કે જેમાં વધુ અમેનિટીઝ હોય તેવી મોડર્ન લાઇફસ્‍ટાઇલ ઝંખે છે. આ ટ્રેન્‍ડ રાજકોટ - સૌરાષ્‍ટ્રમાં પણ હવે વધી રહ્યો છે, પરિણામે રાજકોટ-સૌરાષ્‍ટ્રમાંથી અમદાવાદમાં ૩૦-૩૫ ટકા જેટલું બૂકિંગ મળે છે. લોકોની નાનામાં નાની જરૂરિયાતની કાળજી રાખીને પ્રોજેક્‍ટ્‍સ તૈયાર કરવામાં આવે તો તેનાથી લોકોની લાઇફસ્‍ટાઇલ સુધારી શકાય છે. વૈભવી લાઇફસ્‍ટાઇલ ઈચ્‍છુક ગ્રાહકોની માંગ ૨બીએચકે ટીએચઆઈ લઈને ૪બીએચકે સુધી અને ઘણી વખત ૫બીએચકે સુધીની રહેતી હોય છે.

સૌરાષ્‍ટ્રમાં વૈભવી પ્રોજેક્‍ટ્‍સની સફળતા અંગેના સંપત્તિ ટાઈમ્‍સના પ્રશ્નના જવાબમાં પાર્થ પટેલ તેમનું વિઝન જણાવતા ઉમેર્યું હતું કે, સૌરાષ્‍ટ્રના વિશાળ દરિયાકાંઠે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને પર્યાવરણ બંનેનો સંગમ છે. દરિયાકાંઠાના મેઈન સેન્‍ટર ગણી શકાય તેવા સ્‍થળોએ સી વ્‍યુ સાથેના મોડર્ન લાઇફસ્‍ટાઇલ પ્રદાન કરતા પ્રીમિયમ હાઈરાઇઝ પ્રોજેક્‍ટ્‍સ માટે વિપુલ તકો રહેલી છે.

ખાસ કરીને હવે જ્‍યારે લોકો લાઇફસ્‍ટાઇલ ઇમ્‍પ્રુવ કરવા તૈયાર છે, વધુ પૈસા ખર્ચવા સહમત થાય છે, તો તેમની નાનામાં નાની જરૂરિયાતની કાળજી રાખીને પ્રોજેક્‍ટ્‍સ વિકસાવવા જોઈએ. રાજકોટના રિયલ એસ્‍ટેટ વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગ થકી ગ્રાહકો સાથે વ્‍યક્‍તિગત કનેક્‍ટ થઈને રિયલ્‍ટર્સએ ડેવલપર્સ અને મિલકત ખરીદનાર સાથેના વિશ્વાસના સેતુ તરીકેની ભૂમિકા વધુ ગાઢ બનાવવી જરૂરી છે.

 

(4:14 PM IST)