તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
કાલે રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા: સવારે 11થી 1 વાગ્યા વચ્ચે 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.
રાજ્યભરમાં વિવિધ 754 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે: GPSC ચેરમેન હસમુખ પટેલે મીડિયાને માહિતી આપી

ગાંધીનગર :: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. GPSC દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા લેવાશે, જે અંગે માહિતી આપવા માટે GPSC ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, તેમણે માહિતી આપી હતી કે આવતીકાલે સવારે 11 થી બપોરે 1 વાગ્યા વચ્ચે પરીક્ષાનું આયોજન કરાશે, જેમાં 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે
GPSC દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષકની 300 જેટલી જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યભરમાં વિવિધ 754 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. આ અંગે માહિતી આપતા GPSC ચેરમેન હસમુખ પટેલે મીડિયાને જણાવ્યું કે, રાજ્યભરમાંથી 1 લાખ 85 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે. પરીક્ષા સવારે 11 થી બપોરનાં 1 વાગ્યા વચ્ચે યોજાશે. તેમણે માહિતી આપી કે, ઉમેદવારો માટે GSRTC દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોનો સામાન પરીક્ષા કેન્દ્રોનાં કેમ્પસમાં મૂકવા માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
