તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 21st December 2024
જીવદયાપ્રેમી હર્ષદભાઇ મહેતાનો કાલે જન્મ દિનઃ ધાબળા વિતરણ કરાશે

રાજકોટ તા. ર૧ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટનાં પૂર્વપ્રમુખ તથા જીવદયા પ્રેમી હર્ષદભાઇ મહેતાનો કાલે જન્મ દિવસ છે. જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટના ૩૯ વર્ષનાં ઇતિહાસમાં હર્ષદભાઇ મહેતાને પ્રમુખપદ હેઠળ સતત ર વર્ષ ‘‘બેસ્ટ ગ્રુપ''નો એવોર્ડ સૌરાષ્ટ્ર રીજીયનનો મળેલ. તેમજ તેમનાં ર વર્ષનાં કાર્યકાળ દરમિયાન તેઓને ‘‘બેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટર'' તથા અન્ય એવોર્ડ મળી ટોટલ ૧ર એવોર્ડ મળેલ. તેઓ જનસેવા ટ્રસ્ટની ગરીબ દર્દીઓ માટેની મેડીકલ સેવાકીય પ્રવૃતિઓ તેમજ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનમાં પણ વખતોવખત સેવાઓ આપે છે. દર મહિને ૧પ થી ર૦ અબોલ જીવોને કતલખાને થી છોડાવી પાંજરાપોળમાં મૂકી છે. રાજકોટ સમર્પણ સેરીટેબલ ટ્રસ્ટ આયોજીત દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા રર વ્હાલુડી દીકરીઓના વિવાહનાં કાર્યક્રમમાં પણ તેઓ કમિટિ મેમ્બર્સ છે.
તેમનાં જન્મદિવસ નિમિતે ઝુંપડપટીઓમાં ધાબળાનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત તેમનાં ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં પોષ્ટીક જમવાનું તથા ઝુંપડપટીઓમાં પણ જમણવારીના આયોજનને લગતા સેવાનાં ભગીરથ કાર્યો પણ કરવામાં આવી રહયા છે. તેઓ જૈનો માટે એચ.એમ.જૈન મેટ્રીમોનીયલ ગ્રુપ ચલાવી રહયા છે. તેમના મો. ૯૮ર૪પ૬૩પ૩૭ છે.
(3:21 PM IST)










