News of Saturday, 21st December 2024
હવે કાશ્મીરી યુવાઓને ભરમાવવામાં સફળ નથી થતું પાકિસ્તાન : આ વર્ષે મરનાર આતંકીઓની સંખ્યાથી થયો ખુલાસો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ર૧ : કાશ્મીરના મોર્ચે આને ખુશખબર કહી શકાય કે સ્થાનિક યુવાઓને ભરમાવવામાં હવે પાકિસતાન સફળ નથી થઇ રહ્યું. આ વર્ષે રાજયમાં માર્યા ગયેલા આતંકીઓની સંખયાઓની પુષ્ટિ કરે છે.
વર્ષ -ર૦ર૪ માં અત્યાર સુધીમાં ૬૪ આતંકીઓ માર્યા ગયા છે. આમાં ૪ર વિદેશી આતંકી હતા જયારે રર જમ્મુ -કાશ્મીરના નાગરિકો હતા માર્યા ગયેલા રર સ્થાનિક નાગરિકોમાંથી માત્ર બે જ એવા હતા જે એક સપ્તાહ પહેલા જ આતંકી છવાણીમાં જોડાયા હતા જયારે બાકીનાઓનું આતંકી જીવન ૮ મહિનાથી ૩ વર્ષનું જ હતું.
૧૯ ડીસેમ્બરે ફુલગામમાં થયેલા મૂઠભેડના મરાયેલા હિજબુલનો ટોચનો આતંકી કમાંડર ફારૂક નલ્લી એક માત્ર એવો કમાંડર હતો જે ૧પ વર્ષથી કાશ્મીરમાં સક્રિય હતો. તેની સાથે જણાયેલ તેના ૪ સાથીદારો ૩ થી ૪ વર્ષથી કાશ્મીરમાં સક્રિય હતા.
આ વર્ષે અત્યાર સુધીમાં જે ૪ર વિદેશી આતંકીઓ મરાયા તેમાંથી ૧૭ એવા હતા જેમણે એલઓસી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉકત ર૬ મૂઠભેડોમાં મરયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, સૌથી વધારે આતંકીઓ બારમુલ્લામાં મરાયા હતા, જયારે વિદેશી આતંકીઓ જમ્મુ-ડીવીઝનમાં માર્યા ગયા હતા.
એટલું જરૂર હતું કે આ વર્ષે મરાયેલા રર સ્થાનિક નાગરિકોમાંથી બધા કાશ્મરીમાં જ મરાયા હતા, સુરક્ષાદળોનો દાવો છે કે આ વર્ષ માત્ર બે યુવાઓ જ આતંકવાદના માર્ગે ચડયા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
