તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
કોટડા મામલતદાર દ્વારા પડવલામાં ૬ કરોડની જમીન પરનું ઓૈદ્યોગિક- રહેણાંક દબાણ દુર કરાયું

રાજકોટ તા. ૨૧: રાજકોટ જીલ્લા કલેકટરની સુચના બાદ કોટડા મામલતદાર તથા સ્ટાફે તાલુકાના પડવલા ગામે આવેલ સરકારી ખરાબાના સર્વે નંબર ૨૮૧ માં આવેલ ઔદ્યોગિક એકમોનુ આશરે ૪૨૦૦ ચો.મી. જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરી બુલડોઝર ફેરવી દિધુ હતું.
દબાણવાળી જમીનની આશરે બજાર કિંમત રૂપિયા ૬.૫ કરોડની હોવાનું જણાય છે. દબાણ દૂર કરવાની કામગીરી જી.બી.જાડેજા, મામલતદાર, હિતેન્દ્રસિંહ ચુડાસમા (નાયબ મામલતદાર દબાણ) , સંજયભાઈ રૈયાણી,( સર્કલ ઓફિસર), શક્તિસિંહ જાડેજા, અને અમિત બાવળિયા, રેવન્યુ તલાટી અને પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલ હતી.
અધીકારીઅએ જણાવેલ કે ત્રણેક જેટલા કારખાના તેના આડે , ૧૫ થી ૨૦ ઓરડીઓ તોડી પડાઇ હતી, આ અંગે કલેકટરને રીપોર્ટ કરાયો છે
(11:29 AM IST)










