તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
ઉથપ્પા પર લાગ્યો ૨૩ લાખની હેરા-ફેરીનો આરોપ : જલ્દી થશે ધરપકડ !
ક્રિકેટ જગતમાં ખળભળાટ : રોબિન ઉથપ્પા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો : પોલીસે જાહેર કર્યું અરેસ્ટ વોરંટ : પ્રોવિડન્ટ ફંડ ફ્રોડનો લાગ્યો છે આરોપ

બેંગ્લોર, તા.૨૧: ભારતીય ક્રિકેટ માં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ઉથપ્પા સામેનું વોરંટ પ્રોવિડન્ટ ફંડ કેસમાં તેના પર લાગેલા આરોપોને અનુસરે છે. ભ્જ્ પ્રાદેશિક કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડી એ વોરંટ જારી કર્યું છે, જેમણે પુલકેશનગર(બેંગલુરુ) પોલીસને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડને મેનેજ કરે છે. તેના પર કામ કરતા લોકોના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ - પીએફ (PF)ના પૈસા કાપી લેવાનો અને તેમના પીએફ ખાતામાં જમા ન કરવાનો આરોપ છે. કુલ ૨૩ લાખ રુપિયાની હેરાફેરીનો આરોપ છે. રોબિન ઉથપ્પાએ તેના કર્મચારીઓના પગારમાંથી પીએફ કાપી નાખ્યો, પરંતુ તે રકમ તેના કર્મચારીઓના ખાતામાં જમા કરાવી ન હતી. જે બાદ તેની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટર પર કુલ ૨૩ લાખ રૂપિયાની ઉચાપતનો આરોપ છે. ૪ ડિસેમ્બરના રોજ કમિશનર રેડ્ડીએ પોલીસને રોબિન ઉથપ્પા વિરુદ્ધ વોરંટ જારી કરવા કહ્યું, પરંતુ તે પોલીસ પાસે પાછું આવ્યું કારણ કે ઉથપ્પાએ તેનું સરનામું બદલી નાખ્યું હતું. અધિકારીઓ હવે તેનું નવું સરનામું શોધવાનો પ્રયાસ કરી રહયા છે. નિયમો અનુસાર, કોઈપણ કંપની જે તેના કર્મચારીઓના પીએફ પે-કટ કાપે છે તેણે આ ભંડોળ તેમના પીએફ ખાતામાં જમા કરાવવું પડશે. જો આમ ન થાય તો તેને કાયદાનું ઉલ્લંઘન અને પૈસાનો દુરુપયોગ ગણવામાં આવે છે. ઉથપ્પાએ પણ આવું જ કર્યું છે. અત્યારે પોલીસ રોબિન ઉથપ્પાને શોધવામાં વ્યસ્ત છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
