તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
જામકંડોરણા તાલુકા રાજપુત (ક્ષત્રિય) સમાજ દ્વારા કાલે પીપળીયામાં ક્ષત્રિય યુવક સંઘનો સ્થાપનાદિન ઉજવાશે
સાંજે પ વાગ્યે યજ્ઞ-ધ્વજારોહણઃ પૂ.તનસિંહજીનો પરિચય સ્ક્રીન ઉપર પ્રસારીત કરાશે

રાજકોટ તા.ર૦: ક્ષત્રિય યુવક સંઘ અને જામકંડોરણા તાલુકા રાજપુત (ક્ષત્રિય)સમાજ દ્વારા કાલે તા.રરના રવિવારે ક્ષત્રિય યુવક સંઘનો ૭૯મો સ્થાપત્યદિન પીપળીયા(માલજીભી)ગામે ઉજવાશે.
‘અકિલા'ખાતે વિગતો વર્ણવતા સંઘના આગેવાનોએ જણાવ્યું હતુ કે શ્રી ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના પુ.શ્રી તનસિંહજી સાહેબએ રર ડીસે.૧૯૪૬ના રોજ સમાજની પ્રવર્તમાન સ્થિતીએ ધ્યાને લઇ ત્યારની પરિસ્થિતી જોઇને સંસ્કાર નિર્માણ, વ્યકિત નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી સંસ્થાની ૭૮વર્ષ પહેલા સ્થાપના કરેલ. સંઘને ર૦ર૧માં ૭પ વર્ષ પુરા થતાં જયપુરમાં હિરક જયંતિ મહોત્સવ ઉજવવામાં આવેલ. જેની સમગ્ર ભારતવર્ષ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નોંધ લેવાયેલ.
એવી જ રીતે સંઘના સ્થાપક પુ. તનસિંહજી સાહેબને રપ જાન્યુ.ર૦રમાં ૧૦૦ વર્ષ પુરા થતા તેમની જન્મ જયંતિનો કાર્યક્રમ દિલ્હી ખાતે જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમમાં રાખવામાં આવેલ જેમાં એક લાખથી વધુ સમાજ બંધુ મળેલા અને કેશરીયો માહોલ ઉભો થયેલ. છેલ્લા ૭૮ વર્ષથી સંઘ દ્વારા શિક્ષણ સાથે સંસ્કાર નિર્માણ થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે.
સંઘ સંચાલીત કન્યા ગુરૂકુળ-પીપળીયા (માલજીભી)નું ખાત મુહુર્ત ૧૧ ડીસે.ના પુ.લાલબાપુના આશિર્વાદથી કરવામાં આવેલ ટુંક સમયમાં નિર્માણ કાર્ય શરૂ થશે. એવા પીપળીયાના પવિત્ર આંગણે ૭૯માં સંઘ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. સૌને પધારવા વિનંતી કરાઇ છે.
કાર્યક્રમ સમયસર પ કલાકે શરૂ થઇ જશે કાર્યક્રમ પુર્ણ થયે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. માતા, બહેનો, દિકરીબાઓએ પરંપરાગત પોશાકમાં અથવા કેસરી સાડી, કેસરી ડ્રેસમાં પધારવા વિનંતી કરાઇ છે. કાર્યક્રમની રૂપરેખા મુજર પ વાગ્યે યજ્ઞથી શુભારંભ, ધ્વજા રોહણ, ધ્વજ વંદન, ગણેશ વંદના, પ્રાર્થના, મહાનુભાવોના ઉદબોધન, શ્રી ક્ષત્રિય યુવક સંઘ અને પુ.તનસિંહજી સાહેબનો પરીચય ટીવી સ્ક્રીન ઉપર, ધ્વજા અવરોહણ, શ્લોક, પુર્ણાહુતી થશે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ચંદ્રસિંહજી રોજીયા, સુરેન્દ્રસિંહ વાળા-ઉપ પ્રમુખ રાજપુત સમાજ, જામકંડોરણા, દાનુભા જાડેજા-સંકલન સમિતી, ઉદુભા જાડેજા, પીપળીયા-સરપંચ, ક્રિપાલસિંહ જાડેજા-પીપરડી, રાજપુત યુવક મંડળ નજરે પડે છે.
(2:10 PM IST)










