<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બોલિવૂડના હિ મેને બોલિવૂડને આપ્‍યા ૬૦ વર્ષઃ ૧૯૬૦માં ફિલ્‍મ દિલ ભી તેરા હમ ભી તેરે થી એન્‍ટ્રીઃ ફિલ્‍મી કારકિર્દીમાં ૨૫૦થી વધુ ફિલ્‍મોમાં અભિનય : બાવન ફિલ્‍મો સુપર હિટ અને ૮૮ ફિલ્‍મો રહી હિટ ૧૯૬૬ની ફિલ્‍મ ‘‘ફુલ ઔર પથ્‍થર''થી સુપરસ્‍ટાર બન્‍યા હતા ધર્મેન્‍દ્ર, ‘‘શોલે''ના વીરુના પાત્રથી છવાયા હતા, એક્‍શન, રોમેન્‍ટિક કે કોમેડી દરેકમાં હિટ રહેતા ૫૦ થી વધુ અલગ અલગ હિરોઈન અને રાજેશ ખન્ના, મનોજકુમાર,જીતેન્‍દ્ર જેવા અભિનેતા ઓ સાથે કામ કર્યું છે : ૧૯૭૦ થી ૧૯૮૦નો દાયકો ધર્મેન્‍દ્ર માટે રહ્યો હતો સુવર્ણકાળ બિકાનેરના સાંસદ પણ રહી ચુક્‍યા છે ધર્મેન્‍દ્ર ફિલ્‍મફેર એવોર્ડ, પદ્મ ભૂષણ, જેવા અનેક એવોર્ડ મેળવી ચૂક્‍યા હતા, પત્‍ની હેમામાલિની તો પુત્ર સન્ની અને બોબી તો પુત્રી એશા અને આહના પણ બોલિવૂડ કે મોડેલિંગ જગતમાં: જન્‍મદિવસ આડે બાકી હતા માત્ર ૧૪ દિવસ 3:16 PM IST

ઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્‍વાર અકસ્‍માતં: કુંજાપુરી મંદિરે જતી બસ ૭૦ મીટર ઊંડી ખીણમાં ખાબકતાં ૫ શ્રદ્ધાળુઓના મોત : મૃતકો ગુજરાતી હોવાની પ્રબળ આશંકાઃ ઈજાગ્રસ્‍તો અને મૃતકોમાં મોટાભાગના યાત્રિકો ગુજરાત અને દિલ્‍હીના :ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્‍લાના નરેન્‍દ્રનગર વિસ્‍તારમાં બની કરુણ ઘટના :હિંડોળાખાલ-કુંજાપુરી રોડ પરથી બસ અંદાજે ૭૦ મીટર ઊંડી ખીણમાં ગરકાવ થઈ. :બસમાં સવાર ૨૮ જેટલા મુસાફરોમાંથી ૫ લોકોના ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યા મોત. :૨૩ મુસાફરો ઈજાગ્રસ્‍ત, એસડીઆરએફની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી. :ઈજાગ્રસ્‍તો અને મૃતકોમાં મોટાભાગના યાત્રિકો ગુજરાત અને દિલ્‍હીના હોવાની માહિતી.3:40 PM IST

વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્‍મનિર્ભર બની સ્‍વદેશી અભિયાનને અપનાવીએઃ ભૂપેન્‍દ્રભાઈ પટેલ : વળક્ષારોપણ, સ્‍વચ્‍છતા, કેચ ધ રેઇન અભિયાન થકી પર્યાવરણ બચાવવાના પ્રયત્‍નો કરીએઃ વિશ્વ કક્ષાના ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્‍ટરની જામનગરમાં સ્‍થાપના થવાથી વિશ્વ કક્ષાએ જામનગરને ઓળખ મળી : મુખ્‍યમંત્રીના હસ્‍તે જામનગરમાં રૂ.૬૨૨.૫૨ કરોડથી વધુ રકમના ૬૯ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્નઃ જામનગરમાં ફલાયઓવર બ્રિજ પરથી પસાર થતા વિકાસકાર્યોની અનુભૂતિ થશેઃ પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાઃ ફલાય ઓવરબ્રિજ થકી સૌરાષ્‍ટ્રની શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓમાં જામનગરનું નામ ઉમેરાશેઃ સાંસદ પૂનમબેન માડમ3:42 PM IST

જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ : ભુપેન્દ્રભાઈના હસ્તે લોકાર્પણ : મુખ્યમંત્રીએ જામનગર ખાતે રૂ.૨૨૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું : સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે : ૩,૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં ૧,૨૦૦ થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ : પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી સહિતના ઉપસ્થિત11:08 AM IST

ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ: ૧૦૦ કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ : છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના ૩૧,૮૩૪ આરોપીઓનું વેરીફિકેશન પૂર્ણ: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય : અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ, TADA, NDPS, આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો ૩૦ વર્ષનો ડેટાબેઝ તપાસી આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોનું વેરીફીકેશન કરાયું : 3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા, નવા સરનામા આધારે પણ ચેકીંગ કાર્યવાહી કરાશે : 4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના: બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે: વિકાસ સહાય4:34 PM IST

ભગવતીપરાની સ્‍નેહાબેનની ક્રુર હત્‍યા લૂંટના ઇરાદે?: નાકનો દાણો સહિત અઢી લાખના દાગીના ગાયબ! : પતિને ફોન કરી કહ્યું-હું પાણીપુરી ખાવા જાઉ છું, તમે કારખાનેથી નીકળો ત્‍યારે મને રસ્‍તામાંથી લેતાં જજોઃ પતિએ બે ફોન કર્યા પણ નો-રિપ્‍લાય થયા, ઘરે પહોંચતાં ફોન ઘરેથી મળ્‍યોઃ રાતભર શોધખોળ કરી અને સવારે લાશ મળી : પતિ હિતેષભાઇ આસોડીયા અને ભાઇ અમિતભાઇ બાવરીયાએ કહ્યું-સ્‍નેહાબેન નિયમીત ગળામાં સોનાનું મંગલસુત્ર, કાનમાં સોનાની બુટી, નાકમાં દાણો, પગમાં ચાંદીના સાંકળા, હાથમાં ચાંદીની બંગડી પહેરતાં હતાં: લાશ મળી ત્‍યારે આ બધુ ગાયબ હતું : ક્રુર હત્‍યાની ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરીઃ લૂંટ વિથ મર્ડર કે પછી અન્‍ય કોઇ કારણ? અલગ અલગ દિશામાં પોલીસની તપાસઃ મોબાઇલ કોલ ડિટેઇલ, વધુ સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજઃ પીઆઇ એસ. એસ. રાણે અને ડી. સ્‍ટાફ ટીમ તેમજ ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો પણ ભેદ ઉકેલવા કામે લાગી1:50 PM IST

કચ્‍છના ગાંધીધામ મહાનગરપાલિકાને ૧૭૬ કરોડના ૬૬ વિકાસ કામોની ભેટ આપતા ભુપેન્‍દ્રભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદીએ શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્‍વીકારી વેલ પ્‍લાન્‍ડ સીટીઝ ડેવલપમેન્‍ટ માટેનો માર્ગ ચીંધ્‍યોઃ ગુજરાતમાં હોલીસ્‍ટિક સીટીના વિકાસ માટે શહેરી વિકાસ બજેટમાં ૪૦%ના વધારા સાથે રાજ્‍ય સરકારની ૩૦ હજાર કરોડની ફાળવણીઃ ભુપેન્‍દ્રભાઈ પટેલ : પાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મોડેલ ફાયર સ્‍ટેશન, સ્‍માર્ટ લાઇબ્રેરી, આઇકોનિક પ્રવેશદ્વાર, બગીચા, રોડ રસ્‍તા, ગટર, પાણી, સ્‍ટ્રોમ વોટર, સહિતના વિકાસ કામો થકી શહેરને મળશે નવી ઓળખ11:07 AM IST

‘‘આપણા કાર્યક્રમનું સ્‍થળ બદલોઃ દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા,''ભૂપેન્‍દ્રભાઈ પટેલ : ..આ વાત ધ્‍યાને આવતા જ મુખ્‍યમંત્રીએ સંવેદનશીલતા દાખવીને તુરત જ કાર્યક્રમનું સ્‍થળ બદલ્‍યું ! મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો માનવતાવાદી અભિગમ : એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્‍થળે યોજાય તે માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જામનગરના કાર્યક્રમનું સ્‍થળ બદલ્‍યું : ‘‘લગ્નગાળાની સીઝનમાં તાત્‍કાલિક નવું સ્‍થળ શોધવું: મહેમાનોને જાણ કરવીઃ નવી વ્‍યવસ્‍થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરૂ હતું: પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈનો એક ફોન આવ્‍યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શકયા.'' બ્રિજેશ પરમાર, દીકરીના કાકા12:38 PM IST