<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

સહકાર રમતોત્‍સવનો શુભારંભ : ક્રિકેટ, કબડ્ડી, કેરમ ચેસ સહીતની રમતોમાં જામ્‍યો રોમાંચ

ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્‍કસ ફેડરેશન અને ધી ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના સંયુક્‍ત ઉપક્રમે

રાજકોટ : પ્રતિવર્ષ યોજાતા અને સહકારી બેંકિંગ ક્ષેત્રે લોકપ્રિય ‘સહકાર રમતોત્‍સવ ૨૦૨૫-૨૬'નો ભવ્‍ય શુભારંભ થયો છે. આ રમતોત્‍સવમાં ક્રિકેટ, કબ્‍બડી, કેરમ, ચેસ, બેડમિન્‍ટન વગેરે રમતનો સમાવેશ થયો છે. ગુજરાત અર્બન કો-ઓપેરેટિવ બેન્‍કસ ફેડરેશન અને ધી ગુજરાત સ્‍ટેટ કો-ઓપેરેટિવ બેંકના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત આ સહકાર રમતોત્‍સવ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેંટ ૯ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વિજય કોમશીયલ કો-ઓપેરેટિવ બેંકની સામે રાજકોટ પીપલ્‍સ કો-ઓપેરેટિવ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની સામે ધ કચ્‍છ ડિસ્‍ટ્રિક્‍ટ સેન્‍ટ્રલ કો-ઓપેરેટિવ બેંક લિ., ભાવનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપેરેટિવ બેંકની સામે ધ જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો- ઓપેરેટિવ બેંક, ધ ગાંધીધામ મર્કન્‍ટાઈલ કો-ઓપેરેટિવ બેંકની સામે ગોંડલ નાગરિક સહકારી બેંક, જીવન કોમશીયલ કો-ઓપેરેટિવ બેંકની સામે ધ કચ્‍છ ડિસ્‍ટ્રિક્‍ટ સેન્‍ટ્રલ કો-ઓપેરેટિવ બેંક લિ. રમી હતી.  ત્‍યારબાદ રાજકોટ પીપલ્‍સ કો-ઓપેરેટિવ બેંકની સામે ભાવનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપેરેટિવ બેંક, સુરેન્‍દ્રનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપેરેટિવ બેંકની સામે અમરેલી ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપેરેટિવ બેંક, ધ ગાંધીધામ મર્કન્‍ટાઈલ કો-ઓપેરેટિવ બેંકની સામે ધ કચ્‍છ ડિસ્‍ટ્રિક્‍ટ સેન્‍ટ્રલ કો-ઓપેરેટિવ બેંક લિ., ભાવનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપેરેટિવ બેંકની સામે અમરેલી ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપેરેટિવ બેંક રમી હતી. તે પૈકી ધ કચ્‍છ ડિસ્‍ટ્રિક્‍ટ સેન્‍ટ્રલ કો-ઓપેરેટિવ બેંક લિ. અને અમરેલી ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપેરેટિવ બેંક વિજેતા બની હતી. તેઓ આગળ રમવા જશે. આ અવસરે જ્‍યોતિન્‍દ્રભાઈ મહેતા (ચેરમેન-ગુજરાત અર્બન કો- ઓપેરેટિવ બેંકસ ફેડરેશન અને સહકારી અગ્રણી), દિનેશભાઇ પાઠક (ચેરમેન-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), નિકુંજભાઈ ધોળકિયા (વિજય કોમર્શીયલ કો-ઓપરેટિવ બેંક), શામજીભાઇ ખૂંટ (રાજકોટ પીપલ્‍સ કો-ઓપેરેટિવ બેંક), રજનીકાંત રાયચુરા (ડીજીએમ-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), વિપુલભાઈ દવે (પ્રમુખ-જાગળત કર્મચારી મંડળ), વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. ગુજરાત અર્બન કો- ઓપેરેટિવ બેંકસ ફેડરેશનના ચેરમેન-સહકારી અગ્રણી જ્‍યોતિન્‍દ્રભાઈ મહેતા અને ધી ગુજરાત સ્‍ટેટ કો-ઓપેરેટીવ બેંકના ચેરમેન-સહકારી અગ્રણી અજયભાઈ પટેલની સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે કે, થોડા વર્ષો પહેલા વિચાર આવ્‍યો અને સહકાર રમતોત્‍સવનું આયોજન થયું. ખૂબ ટૂંકાગાળામાં લોકપ્રિયતા મળી અને તેમા ભાગ લેવા માટેના ઉત્‍સાહમા સતત વધારો દેખાયો. વિવિધ સહકારી બેન્‍કોના કર્મચારીઓ ઉત્‍સાહભેર ભાગ લે છે. ખેલદિલી સાથે રમાતી રમતો દરેક કર્મચારીને આનંદ આપે છે. 

 

(3:07 PM IST)