<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

કુવાડવા રોડ પર કારની ઠોકરે ચડી જતાં વૃધ્‍ધા ભુરીબેન સુસરાનું મોત

નવાગામ દિકરાને ત્‍યાં છઠ્ઠીના પ્રસંગમાં હાજરી આપી સાયલા જવા નીકળ્‍યા ત્‍યારે બનાવઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૪: કુવાડવા રોડ પર પટેલ વિહાર નજીક રાજકોટ દિકરાના ઘરે આવેલા સાયલા પંથકના વૃધ્‍ધાનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. વૃધ્‍ધા રસતો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે કારની ઠોકરે ચડી ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ સાયલાના સાંગોઇ ગામે રહેતાં ભુરીબેન રેવાભાઇ સુસરા (ઉ.વ.૬૨) નામના વૃધ્‍ધા સવારે સાડા દસેક વાગ્‍યે કુવાડવા રોડ પટેલ વિહાર નજીક રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે કારની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં છ દિકરી અને ત્રણ દિકરા છે.

પોતે રાજકોટ નવાગામ મામાવાડીમાં રહેતાં દિકરા ભરતભાઇ રેવાભાઇના ઘરે દિકરાનો જન્‍મ થયો હોઇ છઠ્ઠીમાં આવ્‍યા હતાં. આજે પરત પોતાના ગામે જતી વખતે બનાવ બન્‍યો હતો. કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:32 PM IST)