<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

બે દિવસ પુર્વે ૩ બસોના કાચ ફોડી નાખવા પાછળનો ઇરાદો શું? જવાબદારોને ઝડપી લઇ કડક પગલા લ્‍યો : ટ્રાવેલ્‍સ એસોસીએશન

રાજકોટ નજીકથી પસાર થતી સુરતની બસો ઉપર પથ્‍થરમારાની ઘટના પાછળનો ઇરાદો ભોંમાં ભંડારાઇ ગયો છે તે વચ્‍ચે...

રાજકોટ, તા., ૨૪ : રાજકોટથી પસાર થતી સુરતની બસો થોડા દિવસ પહેલા આજી ડેમ ચોકડી આગળ પહોંચી ત્‍યારે બસ ઉપર પથ્‍થરમારો કરી કાચ ફોડી નાખવામાં આવતા ડ્રાઇવર-કલીનરને ઇજા પહોંચી હતી.  આ અંગે નોંધાયેલા ગુન્‍હામાં આજ દિવસ સુધી કોઇની ધરપકડ થઇ નથી ત્‍યારે બે દિવસ પહેલા ૩ બસોના કાચ ફોડી નાખવાની ઘટના ફરી બનતા ન્‍યુ ક્રિષ્‍ના ટ્રાવેલ્‍સના બસ માલીક દ્વારા ફોનથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આવી ઘટનામાં સંડોવાયેલી ટોળકીનો ઇરાદો પેસેન્‍જરોને લુંટવાનો છે કે ડ્રાઇવર કંડકટરને માર મારી બસોને નુકશાન પહોંચાડી માલીકને ધંધાકીય હરીફાઇમાં દબાવવાનો છે ? તે અંગે પોલીસ ઉંડી તપાસ કરી આવા તત્‍વોને શોધી કાઢી જાહેરમાં પદાર્થપાઠ શીખવે તેવી માંગણી રાજકોટ ટ્રાવેલ્‍સ એસોસીએશનના વિજયસિંહ જાડેજા,  પ્રદીપ થિયારા, તેજપાલસિંહ જાડેજા, યશપાલસિંહ ચૌહાણ અને રઘુવીરસિંહ ઝાલા સહિતના ટ્રાવેલ્‍સ ઓપરેટરોએ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ભુતકાળમાં ટ્રાવેલ્‍સના ધંધાની હરીફાઇમાં અનેક લોથો ઢળી હતી આજે પણ કેટલીક ટ્રાવેલ્‍સના સંચાલકો વચ્‍ચે ધંધાકીય ખેંચતાણ ચાલે છે. ત્‍યારે કોઇ અનિચ્‍છનીય ઘટનામાં કોઇનો ભોગ લેવાઇ પછી જ પોલીસ તંત્ર જાગશે ? તેવો વેધક સવાલ પણ એસોસીએશન દ્વારા કરવામાં આવ્‍યો હતો.

(3:49 PM IST)