News of Friday, 6th November 2026
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા જતા જોખમ, બેકાબૂ ટેકનોલોજી અને વૈશ્વિક જોખમોના ભયથી દુનિયાભરના શેરબજારોમાં કાળઝાળ કડાકો બોલી ગયો છે: એટલું જ નહીં, આ ગ્લોબલ ક્રાઈસિસની અસરમાં એક પ્રમુખ દેશનું શેરબજાર એવું તો ધડાકાભેર તૂટ્યું કે રોકાણકારોમાં નાસભાગ મચી ગઈ અને સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે પૂરા ૨૦ મિનિટ સુધી ટ્રેડિંગ સદંતર રોકવું પડ્યું હતું
AI ના કાળમુખા રાક્ષસે લીધો શેરબજારનો ભોગ: સેકન્ડોમાં અબજો ડાૅલરનું ધોવાણ થઈ જતાં મોટા-મોટા દિગ્ગજ રોકાણકારો અને અબજોપતિઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:આધુનિક યુગમાં વિજ્ઞાન અને AI ની ક્રાંતિ જે માનવજાત માટે વરદાન સાબિત થવાની હતી, તે જ હવે વૈશ્વિક અર્થતંત્ર માટે કાળમુખો શ્રાપ સાબિત થઈ રહી છે! આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોમાંથી અત્યંત ચોંકાવનારા અને રૂવાડાં ઊભા કરી દેતા સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે.
અમેરિકન શેરબજારમાં કડાકા અને AI સંબંધિત ડરની અસર એશિયાઈ બજારો પર પણ જોવા મળી હતી. શુક્રવારે દક્ષિણ કોરિયાનું બજાર 'કોસ્પી' (KOSPI) ખુલતાની સાથે જ 8 ટકાથી વધુ તૂટીને લોઅર સર્કિટ પર પહોંચી ગયું હતું. શરૂઆતી કારોબારમાં તે 8.5 ટકા ઘટીને 5000ના સ્તરથી નીચે જતો રહ્યો હતો, જેના કારણે ટ્રેડિંગ 20 મિનિટ માટે સ્થગિત કરવું પડ્યું હતું. તેવી જ રીતે જાપાનનો 'નિકેઈ' (Nikkei) ઇન્ડેક્સ પણ 6 ટકા (3600થી વધુ પોઇન્ટ) તૂટીને 57,434.77ના સ્તરે આવી ગયો હતો. જાપાનનું બજાર છેલ્લા એક મહિનામાં 18 ટકાથી વધુ ગગડ્યું છે.
એશિયાઈ બજારોમાં કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ 900 પોઇન્ટના ઉછાળા સાથે 80,000ની સપાટી વટાવી ગયો છે, જ્યારે નિફ્ટી 200 પોઇન્ટ વધીને 24,740ને પાર પહોંચ્યો છે. જોકે, મુખ્ય સૂચકાંકોમાં તેજી હોવા છતાં મોટાભાગના સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયો 'રેડ' (નુકસાનમાં) બતાવી રહ્યા છે. બજાર નિષ્ણાતોના મતે, આ તેજી મુખ્યત્વે લાર્જકેપ શેરોને આભારી છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો છે. મોટાભાગના નાના રોકાણકારો પાસે મિડ અને સ્મોલકેપ શેરો વધુ હોવાથી તેમનું પોર્ટફોલિયો ઘટી રહ્યો છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
