તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
SIR અંતર્ગત જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા એ ૮૬ -જુનાગઢ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી એ બી.એલ.ઓની કામગીરી નું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યુઃ જૂનાગઢ જિલ્લામાં આજે મતદાન મથકે યોજાનાર ખાસ મેગા કલેક્શન કેમ્પનો લાભ લેવા મતદારોને અપીલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ તા.૨૨, SIR અંતર્ગત જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા એ ૮૬ જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
ખાસ સધન સુધારણા ૨૦૨૫ અંતર્ગત આજરોજ જૂનાગઢ જિલ્લાનાં દરેક મતદાન મથકે ખાસ મેગા કલેક્શન કેમ્પ યોજાયો હતો. જેનું નિરીક્ષણ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી એ કર્યું હતુ. તેમણે જુનાગઢ શહેરની નરસિંહ વિદ્યામંદિર,કારમેલ કોન્વેન્ટ સ્કૂલ,બહાઉદીન કોલેજ,લોઢીયા વાડી,પીએમ શ્રી કન્યા ાથમિક શાળા સહિતના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ મતદાન મથકો પર બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ આજે તા. ૨૩ નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ ના ભાગરૂપે યોજાનાર કેમ્પમાં જૂનાગઢના તમામ મતદારો ને પોતાના મતદાન મથક ખાતે ઉપસ્થિત રહી બીએલઓ શ્રી ની મદદથી ગણતરી ફોર્મ ભરવા અને ૨૦૦૨ ની મતદારયાદીની ખૂટતી વિગતો મેળવી, ગણતરી ફોર્મ બીલઓ ને જમા કરાવવા અપીલ કરી હતી.(તસ્વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
