તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૧ બુધવાર
News of Friday, 6th November 2026
લેટિન અમેરિકન દેશ પેરાગ્વેમાં અચાનક જ સમગ્ર રાષ્ટ્રની ડિજિટલ બૅંકિંગ સિસ્ટમ અને ઓનલાઈન પેમેન્ટ નેટવર્ક કાળઝાળ રીતે ઠપ થઈ જતાં આખો દેશ રોકડ રકમ અને પોતાના જ પૈસા માટે બેંકો અને એટીએમની બહાર રઝળી પડ્યો છે: જનતાના આ ભયાનક આક્રોશ અને અરાજકતા વચ્ચે ઘેરાયેલા દેશના રાષ્ટ્રપતિએ આખરે પોતાની સત્તા અને ખુરશી ગુમાવવાનો વારો આવતાં સમગ્ર વૈશ્વિક આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી
ડિજિટલ કડાકાના કારણે લાખો નાગરિકો ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે પણ તરસી ગયા: સિસ્ટમની નાદારી સામે જનતાનો લાવા ફાટતાં જ તાનાશાહી સત્તાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વૈશ્વિક અર્થતંત્ર અને ટેકનોલોજીની નિષ્ફળતા સામે લાલબત્તી ધરતી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! પેરાગ્વે દેશમાં સરકાર દ્વારા તમામ નાણાકીય વ્યવહારોને ડિજિટલ માધ્યમ પર શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ અચાનક જ કોઈ ગંભીર ટેકનિકલ ખામી અથવા સાઈબર કડાકાના કારણે દેશની આખી ડિજિટલ બૅંકિંગ અને પેમેન્ટ સિસ્ટમ જમીનદોસ્ત થઈ ગઈ હતી.
ueno એક ડિજિટલ બૅંક છે. આ બૅંક કોઈ પરંપરાગત શાખાઓ ધરાવતી બૅંક નથી, પરંતુ સંપૂર્ણપણે સ્માર્ટફોન અને ટૅક્નોલૉજી આધારિત ચાલતી એક 'નિયો બૅંક' એટલે કે ફિનટેક પેઢી છે. વર્ષ 2023માં બૅંકિંગ લાયસન્સ મેળવ્યા પછી આ બૅંકે કરિયાણા પર ભારે કેશબેક આપીને ગ્રાહકોને આકર્ષ્યા અને 70થી વધુ સ્થળે વિસ્તરણ કર્યું. તે પેરાગ્વેની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની સ્પોન્સર પણ બની. આક્રમક માર્કેટિંગ અને ડિજિટલ સર્વિસના કારણે ueno ટૂંકા ગાળામાં જ પેરાગ્વેના નાણાકીય ક્ષેત્રમાં એક ક્રાંતિ તરીકે ઉભરી આવી. ખાસ કરીને જે લોકો પરંપરાગત બૅંકિંગ સેવાઓથી દૂર હતા, તેમને આ પ્લેટફોર્મે ખૂબ જ સરળતાથી બૅંકિંગ સાથે જોડ્યા. માત્ર થોડા જ સમયમાં, 65 લાખની વસ્તી ધરાવતા પેરાગ્વેના લગભગ 30 લાખ લોકો આ બૅંકના ગ્રાહક બની ગયા. બૅંક પાસે સરકારી સંસ્થાઓ અને પેન્શન ફંડના આશરે $850 મિલિયન જેટલા જંગી ભંડોળનું સંચાલન પણ હતું. આટલી જંગી મૂડી અને લોકોના વિશ્વાસને કારણે ueno દેશની સૌથી પ્રભાવશાળી અને સફળ નાણાકીય સંસ્થાઓમાંની એક ગણાવા લાગી હતી.
કોઈપણ બૅંક સામાન્ય માણસ કે કંપનીને લોન આપે ત્યારે તેમની આવક અને લોન ચૂકવવાની ક્ષમતાની કડક ચકાસણી કરે છે. પરંતુ ueno બૅંકના કિસ્સામાં મોટો ભ્રષ્ટાચાર થયો. બૅંક પર જે જૂથનો કાબૂ હતો (જેમ કે, ગ્રુપો વાઝક્વેઝ) તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો. તેમણે બૅંકના નિયમોને નેવે મૂકીને પોતાની જ અન્ય ખાનગી કંપનીઓને આડેધડ લોન આપી દીધી. આ લોન 'જોખમી' હતી કારણ કે તેની સામે કોઈ યોગ્ય ગેરંટી લેવાઈ નહોતી અને તે કંપનીઓ કદાચ પૈસા પાછા આપી શકે તેમ નહોતી.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
