News of Monday, 24th November 2025
જાણીતા સી.એ. અને સહકારી અગ્રણી કલ્પકભાઇ મણીઆરનો આજે જન્મદિવસ

રાજકોટ : જાણીતા સી.એ. અને સહકારી અગ્રણી કલ્પકભાઇ મણીઆરનો આજે જન્મ દિવસ છે. તેઓ સ્વ. અરવિંદભાઇ મણીઆરના પુત્ર છે. તેઓએ ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી રાજકોટ નાગરિક સહકારી બેંક લી. ના ચેરમેન તરીકે સેવા આપી હતી. રાજકોટ નાગરિક બેંક તેમજ ગુજરાત સરકારના એન. જી. ઓ. ફાઉન્ડેશનના પૂર્વ ડીરેક્ટર તરીકે માનદ સેવા આપી છે. શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, સહકાર ભારતી, વર્લ્ડ હિન્દુ ઇકોનોમી ફોરમ સહિતની સંસ્થાઓમાં તેઓનું સક્રિય યોગદાન છે. સંઘના બાલ્યકાળથી ચુસ્ત સ્વયં સેવક છે. આજે કલ્પકભાઇના જન્મદિને તેઓને તેમના મો. ૯૪૨૮૨ ૧૧૧૧૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:04 AM IST)










