તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
જીગ્નેશ મેવાણીના ' પટ્ટા ઉતરી જશે ' ના નિવેદનથી રાજકીય ગરમાવો : પોલીસ પરિવાર આક્રોશિત બન્યો
ભાજપ અને કોંગ્રેસની સામસામી દલીલ : પોલીસ પરિવાર રસ્તા પર ઉતર્યા : રેલીઓ યોજી અને સુત્રોચાર કર્યા

અમદાવાદ :છેલ્લા એક-બે દિવસથી ગુજરાતમાં 'પટ્ટા ઉતરી જશે' એવું નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. હવે આ નિવેદન પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે પોલીસ પરિવાર પર રસ્તા પર ઉતર્યું છે. ગુજરાતભરમાં પોલીસ પરિવાર રસ્તા પર ઉતર્યા છે અને રેલીઓ યોજી, સૂત્રોચ્ચાર કર્યા.... આ વિરોધ વડગામનાં ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી વિરુદ્ધ નોંધાવવામાં આવ્યો છે.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે ગુજરાતનો પોલીસ પરિવાર આક્રોશિત બન્યો છે. પોલીસ પટ્ટા ઉતારવાની કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધમકી બાદ વિવાદ વકર્યો છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના રાજીનામાની માંગ ઉઠી છે. જિજ્ઞેશ મેવાણી પર લોકોને ઉશ્કેરવાના પ્રયાસનો આરોપ લગાવાયો છે. ત્યારે આક્રોશિત સિંઘમ પરિવાર ન્યાય માટે મેદાને આવ્યો છે . સમગ્ર રાજ્યમાં પોલીસ પરિવારે વિરોધ નોંધાવ્યો છે . જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ ફેલાયો છે , પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા
. પાલનપુર SP કચેરી આગળ મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો ભેગા થયા. હાથમાં બેનરો લઈને પોલીસ પરિવારના લોકો વિરોધ કરવા એકઠા થયા. થોડીવારમાં રેલી નીકાળી સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરશે. જેમાં જિગ્નેશ મેવાણી થરાદ પોલીસ મથકે જઈને માફી માંગે તેવી માંગ કરાઈ. .
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
