<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી વડા સહદેવસિંહ જાડેજાનો જન્‍મદિન

 

રાજકોટ : ગોંડલ તાલુકાના ભૂણાવા ગામના વતની કોલીથડ જિલ્લા પંચાયતના સભ્‍ય પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ આજે ૪૩માં વર્ષે પ્રવેશ કર્યો છે. હાલ જિલ્લા પંચાયતના સદસ્‍ય તરીકે સેવા આપે છે. ગોંડલ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિકાસ લક્ષી કામગીરીમાં મુખ્‍ય સહયોગ રહ્યો છે. સેવાને કારણે મોટું મિત્ર મંડળ ધરાવતા તેમજ તમામ સમાજને સાથે લઇને ચાલનાર સામાજિક -રાજકીય આગેવાન સહદેવસિંહ જાડેજાને જન્‍મદિવસ નિમિત્તે  વિવિધ ક્ષેત્રના મોભીઓ, સંતો મહંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનોએ (મો. નં. ૭૦પપપ પ૧૧૧૧)  શુભેચ્‍છા પાઠવી છે.

(11:52 AM IST)