તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના ૨૨૦૦ દર્દી
મનપા દ્વારા ૩૨૬૨૦ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૮૧૭ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના ૩ દર્દીઃ મચ્છર ઉત્પતિ સબબ ૫૭૩ને નોટીસઃ રૂ. ર૬ હજારનો દંડ

રાજકોટ તા. ર૪: શહેરમાં શિયાળો શરૂ થતા રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં ગત સપ્તાહ કરતા આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળ્યો છે.
આ સપ્તાહે ૨૨૦૦ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છજન્ય રોગના ૪ કેસ નોંધાયા છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૭ થી ૨૩ નવેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૪ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૩ તથા મેલેરીયાનો ૧ કેસ નોંધાયો છે.
શરદી-તાવના ૨૨૦૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૨૨૮ તેમજ સામાન્ય તાવના ૭૯૦ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૮૦, ટાઇફોઇડના ર તથા કમળાના ૪ સહિત કુલ ૨૨૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૪૭૫૧ તેમજ સામાન્ય તાવતા ૩૪૮૦૬ અને ઝાડા ઉલ્ટીના કેસ ૮૩૨૮ તથા ટાઇફોઇડના ૯૬ તેમજ કમળાના ૧૪૫ કેસ નોંધાયા છે.
મચછર ઉત્પતિ સબબ ૫૭૩ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહયા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૨૬૨૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૮૧૭ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૬૮૨ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૫૭૩ લોકોને નોટીસ પાઠવી રૂ. ૨૬૩૦૦નો દંડ કરાયો હતો. (૬.૧૫)
(3:03 PM IST)










