તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 24th November 2025
ભરતવન સોસાયટીના અનવરભાઇ મકવાણાનું વાહન અકસ્માતમાં મોત
મિત્રનું મકાન જોવા જતી વખતે રિક્ષાની ટક્કર લાગતાં બાઇક સહિત ફંગોળાઇ ગયા હતાં: પાંચ દિવસની સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૪: દૂધની ડેરી નજીક ફારૂકી મસ્જીદ નજીક પાંચ દિવસ પહેલા રિક્ષાની ટક્કર લાગતાં ભરતવન સોસાયટીના પ્રોૈઢ બાઇક સહિત ફેંકાઇ જતાં ઇજાઓ થતાં સારવાર હેઠળ હતાં. તેમનું સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છ.ે
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ નિલકંઠ ટોકીઝ પાછળ ભરતવન સોસાયટીમાં રહેતાં અનવરભાઇ હાજીઅલ્લારખાભાઇ મકવાણા (ઉ.વ.૫૩) ગયા બુધવારે સવારે દસેક વાગ્યે પોતાનું બાઇક હંકારી દૂધની ડેરી પાસે મિત્રનું મકાન જોવા જઇ રહ્યા હતાં ત્યારે ફારૂક મસ્જીદ નજીક પહોંચ્યા ત્યારે બાજુમાંથી નીકળેલી રિક્ષાની ટક્કર બાઇકને લાગી જતાં તેઓ બાઇક સહિત પડી જતાં ઇજાઓ થઇ હતી. અનવરભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જેમનું આજે મૃત્યુ થયું હતું.
અનવરભાઇ માલીયાસણમાં ગેરેજ અને બેટરીની દુકાન ચલાવતાં હતાં. તેઓ ચાર ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. બનાવની જાણ થતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૩)
(3:02 PM IST)










