તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
ગુજરાત યુનિવર્સિટીમાં MMCJ કોર્ષની પરીક્ષામાં થયેલી ક્ષતિને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક સુધારાઈ: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
પત્રકારત્વ કોર્સની ૫૦૨ નંબરના વિષયની પરીક્ષા હતી. પેપર સેટર દ્વારા ભૂલથી ૫૦૨ના કવરમાં ૫૦૩ નંબરનું પ્રશ્નપત્ર સીલ કરવામાં આવ્યું

ગાંધીનગર : ગુજરાત યુનિવર્સિટીમાં MMCJ કોર્ષની પરીક્ષામાં થયેલી ક્ષતિ અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ-MMCJની પરીક્ષા ચાલી રહી છે.
આજે પત્રકારત્વ કોર્સની ૫૦૨ નંબરના વિષયની પરીક્ષા હતી. પેપર સેટર દ્વારા ભૂલથી ૫૦૨ના કવરમાં ૫૦૩ નંબરનું પ્રશ્નપત્ર સીલ કરવામાં આવ્યું હતું. આજે પરીક્ષા દરમિયાન સીલ કવર તોડતા વિષય ૫૦૩નું પ્રશ્નપત્ર નીકળ્યું હતું. જેથી વર્ગ નિરીક્ષકને ભૂલ સમજાતા આ પેપર તાત્કાલિક પરીક્ષા ખંડમાં જ બદલીને ૫૦૨ નંબરનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. આ બદલ વિદ્યાર્થીઓને ૨૦ મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો હતો.
વધુમાં શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, આવતીકાલે પરીક્ષા આપનારા આ ૩૫ વિદ્યાર્થીઓને ૫૦૩ નંબરના વિષયનું નવું પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમજ પેપર સેટરને મેમો આપીને વધુ ખુલાસો કરવા પણ જણાવાયું છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
