તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Monday, 24th November 2025
અચેર બળદેવનગરના રહેવાસીઓની અરજી હાઇકોર્ટે નકારી: જગ્યા ખાલી કરીને AMC ને સોંપવાનો આદેશ
અચેર ગામના બળદેવનગરના 29 રહેવાસીઓએ અમદાવાદ મનપાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મનપાએ રસ્તા પહોળા કરવાની કામગીરીને કારણે જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું

અમદાવાદ :અચેર ગામના બળદેવનગર વિસ્તારમાં રહેતાં 29 રહેવાસીઓએ અમદાવાદ મહાનગર પાલિકાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મહાનગર પાલિકાએ રસ્તા પહોળા કરવાની કામગીરીને કારણે જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. રહેવાસીઓ દ્વારા કરવામાં આવેલી આ અરજીને નકારી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટમાં અરજદારો દ્વારા કરવામાં આવેલી અરજીમાં કહેવાયું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તેમને સાત દિવસમાં મકાનો ખાલી કરી દેવા નોટીસ આપવામાં આવી છે. આ વિસ્તારમાં 1984માં રોડ બનાવવા માટે ટાઉન પ્લાનિંગ સ્કિમની જોગવાઈ કરાઈ હતી. પરંતુ આ જમીનના મુળ માલિકે તેના પ્લોટ લોકોને ભાડે આપ્યા હતા. આ જમીન પર તે લોકો છેલ્લા 60 વર્ષથી રહે છે. આ વિસ્તારને સ્લમ ક્લિયરન્સ વિસ્તાર જાહેર કરાયો છે. અમે લોકો સત્તાવાર રીતે વીજળી અને પાણીના બિલ તેમજ મહાનગર પાલિકાનો ટેક્સ પણ ભરીએ છીએ.
આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે જગ્યા ખાલી કરીને મહાનગર પાલિકાને સોંપવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત અરજદારોને વૈકલ્પિક રહેઠાણ માટે અરજી કરવાની છૂટ પણ આપી હતી. અરજદારો અપીલ કરી શકે તે માટે કોર્ટે આદેશને બે સપ્તાહ સુધી સ્થગિત રાખ્યો છે. હાઈકોર્ટે ગત મે મહિનામાં દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સ્લમ એક્ટ માલિક અને કબજેદારોને નહીં ફક્ત ભાડુઆતોને જ રક્ષણ આપે છે
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
