તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
ગુજરાત વિદ્યાપીઠમાં હડપ્પા યુગની વસ્તુઓનું પ્રદર્શન

રાજકોટ, તા.૨૪:વર્લ્ડ હેરિટેજ વીકના અવસર પર ગૂજરાત વિદ્યાપીઠે સાંસ્ક્રુતિક વારસા અને પુરાતત્વીય અધ્યયનને નજીકથી સમજાવવા માટે મહત્વપૂર્ણ આયોજન કર્યું છે. ગુજરાત પુરાતત્ત્વ મંદિર, ગૂજરાત વિદ્યાપીઠ અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ, વડોદરા વર્તુળ સાથેના સંયુક્ત પ્રયાસરૂપે અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય ખાતે આજે ૨૪ નવેમ્બરે પ્રાચીન આવશેષોની એક દિવસીય પ્રદર્શની ભરાશે. આ પ્રદર્શનનું ઉદઘાટન સવારના ૧૧:૦૦ વાગ્યે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ. પ્રદર્શની સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ આયોજનમાં હડપ્પા યુગની બંદરપ્રનગરી લોથલમાંથી પ્રાપ્ત અનમોલ પુરાવસ્તુઓનું પ્રદર્શન થશે. આ અવશેષો ભારતીય પ્રાગૈતિહાસિક સંસ્કળતિના વૈજ્ઞાનિક વિકાસ, વેપારી કુશળતા અને સામાજિક જીવન પર પ્રકાશ પાડે છે. લોથલનું મહત્વ માત્ર ઇતિહાસના પાનાઓ સુધી સીમિત નથી; તે ભારતીય નાગરિકતાના પ્રાચીન પ્રગતિના જીવંત દસ્તાવેજ રૂપે ઉભરાય છે. આ પ્રદર્શની વિદ્યાર્થીઓ, સંશોધકો અને મુલાકાતીઓને ભારતના પુરાતત્વીય વારસાનો નજીકથી અભ્યાસ કરવાની તક છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
