<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

મોરબીના બે સિરામિક એકમમાં જીએસટી રેડ, દસ્તાવેજો અને ડીજીટલ સાધનોનો સર્વે ચાલુ.

અલગ અલગ ટીમો દ્વારા બંને સિરામિક એકમોમાં દસ્તાવેજો, ડોક્યુમેન્ટ અને ફાઈલોની તપાસ: ડીજીટલ સાધનોની ચકાસણી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સિરામિક એકમોમાં સમયાન્તરે જીએસટી વિભાગ દરોડા કાર્યવાહી કરતું રહે છે જેમાં આજે બે સિરામિક યુનિટમાં જીએસટી રેડ ચાલી રહી છે સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે બંને એકમમાં ટીમો સર્વે સહિતની કામગીરી કરી રહી છે.

મોરબીના પ્લેટીનીયમ સિરામિક અને આર્ટ ટાઈલ એમ બે સિરામિક એકમમાં ડીજીજીઆઈના દરોડા ચાલુ છે બંને એકમોમાં જીએસટી ચોરીની તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ ટીમો બંને સિરામિક એકમોમાં દસ્તાવેજો, ડોક્યુમેન્ટ અને ફાઈલોની તપાસ ચલાવી રહી છે તેમજ ડીજીટલ સાધનોની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે જોકે જીએસટી ચોરી પકડાઈ છે કે કેમ અને કેટલી પકડાઈ છે તે હાલ સ્પષ્ટ નહિ હજુ ટીમોની કામગીરી ચાલી રહી છે અને સર્વે પૂર્ણ થયા બાદ સ્પષ્ટ માહિતી મેળવી શકાશે.

(8:55 PM IST)