તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
વિંછીયામાં ડો.સૈયદના સાહેબનું કુંવરજીભાઈ બાવળીયા વચ્ચે સંવાદ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૨૪: વિંછીયા ગામે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) ગત રવિવારે તેમનાં અનુયાયીઓની ખેર ખબર અંગે આવેલ ત્યારે જસદણના ડાયનેમિક ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આ બન્નેનું અચાનક મિલન થતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નમન કરી આવકાર્યા હતાં આ તકે તાજદાર ડો. સૈયદના સાહેબે પણ હૃદયપૂર્વક આવકાર આપીએ તેમનું શાલ આપી સન્માન કર્યું હતું ગણતરીની સેકન્ડો વચ્ચે બન્ને વચ્ચે થોડા સંવાદ પણ થયાં હતાં.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
