<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

લક્ષ્મીનગરમાં અભિષેકસિંહને તેના ઘરમાંથી ૨.૭૫ લાખના દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે પકડયો

દિપકભાઇ, રાજેશભાઇ, વિશાલભાઇની બાતમીઃ પીઆઇ ગોંડલીયા, જાદવ, ડામોરની રાહબરીમાં પીએસઆઇ ડોડીયા અને ટીમની કાર્યવાહી

 

 

રાજકોટ તા. ૨૪: શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં એક શખ્‍સને ક્રાઇમ બ્રાંચે પકડીલીધો છે. લક્ષ્મીનગરમાં આવેલા મકાનમાં દરોડો પાડી રૂા.૨,૭૪,૬૧૪ના અલગ અલગ બ્રાન્‍ડના દારૂ સાથે આ શખ્‍સને પકડી લેવાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં  હતી ત્‍યારે હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, રાજેશભાઇ જળુ, કોન્‍સ. વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે લક્ષ્મીનગર-૫માં રહેતાં અભિષેકસિંહ નરેન્‍દ્રસિંહ રાઠોડ (ઉ.વ.૪૨)ના ઘરમાં દારૂનો જથ્‍થો ઉતર્યો છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં તેના ઘરમાંથી બેલેન્‍ટાઇન વ્‍હીસ્‍કીની ૧ બોટલ, જોની વોકર રેડલેબલની ૨, ટીચર્સની ૧, જોની  વોકર બ્‍લોન્‍ડ બ્‍લેન્‍ડેડ સ્‍કોચની ૧, વેટ-૬૯ની ૧, જેએન્‍ડબીની ૧, મેકડોવેલ્‍સ નંબર-૧ રમની ૨૨ બોટલ, રોયલ ચેલેન્‍જની ૯, બ્‍લેન્‍ડર્સ પ્રાઇડની ૧૮, સીગ્નેચરની ૨, સીગ્નેચર્સના ૧૮૦ એમએલના ૨૬૪ ચપલા, મેજીક મુમેન્‍ટ વોડકાના ૧૮૦ એમએલના ૪૮ ચપલા, એન્‍ટીક્‍વીટી બ્‍લુના ૧૮૦ એમએલના ૪૨ ચપલા મળી આવતાં કબ્‍જે લઇ અભિષેકસિંહની ધરપકડ કરી હતી.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, હેકડોન્‍સ. સંજયભાઇ રૂપાપરા, દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૪) 

(3:03 PM IST)