તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
મતદાર યાદીની કામગીરીમાં જસદણ મતક્ષેત્ર પ્રથમ
ગૌરીદડમાં પપ ટકા કામગીરીઃ શૈલેષ અજાણી કાર્યરત

રાજકોટ નજીકના ગૌરીદડ ગામના વતની ભાજપના અગ્રણી અને ભાજપ દ્વારા મતદાર યાદીની કામગીરી માટેના ગોંડલ અને જસદણ વિધાનસભાના ઇન્ચાર્જ શૈલેષ અજાણીએ ગૌરીદડના બુથ પર હાજર રહી બી.એલ.ઓ.ની કામગીરીમાં સહકાર આપેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ, તા., ર૪: એસઆઇઆર ડ્રાઇવ નિમિતે ગામ ગૌરીદડ બુથ નંબર ર૭૦,ર૭૧,ર૭રની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી મારા ગામ ગૌરીદડમાં પપ ટકા ફોર્મ ભરાઇને જમા થઇ ગયા છે તે બદલ ત્રણેય બીએલઓને અભિનંદન પાઠવ્યા તેમ ભાજપ અગ્રણી શૈલેષ અજાણીનું કહેવું છે.
સમગ્ર ગુજરાતમાં એસઆઇઆરની પાર્ટીના કાર્યકર્તાઓને જે જવાબદારી આપી છે. એમાં શૈલેષ અજાણીને ગોંડલ વિધાનસભા અને જસદણ વિધાનસભા રાખેલ છે. ૬૭ વાંકાનેર વિધાનસભાના ગૌરીદડના બુથ નંબર ર૭૦, ર૭૧, ર૭ર ની સમીક્ષા કરી ખુબ સહકાર આપી પ૩ ટકા કામગીરી પુર્ણ કરેલ છે.
આખા ગુજરાતમાં જસદણ વિધાનસભા પ્રથમ નંબર ઉપર છે. શૈલેષ અજાણીએ મતદારોને આ કામગીરીમાં સરકારી કર્મચારીઓને સહકાર આપવા અપીલ કરી છે.
(3:14 PM IST)










