<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

રાજકોટના ઉદ્યોગનગર વિસ્‍તારમાં બુટલેગરોના ત્રાસથી ત્રાહીમામ લોકો

મોટી સંખ્‍યામાં પોલીસ કમિશ્નર કચેરીએ ઉમટી પડયા : પોલીસ સામે સવાલો : ગજા જાદવ નામના બુટલેગરની દારૂ વેચાણની ખુલ્લેઆમ અસામાજીક પ્રવૃતિઓ, સ્‍થાનીકોને ધમકી-મારપીટ, રિવોલ્‍વર સાથે દાદાગીરી સહિત અનેક ઘટનાઓને વારંવાર અંજામ આપવા છતા કોઇ દાખલારૂપ કાર્યવાહી થતી નહિ હોવાનો વસવસો ઠાલવ્‍યો : વિપક્ષી ધારાસભ્‍યને પણ વિગતો વર્ણવી

રાજકોટ, તા., ૨૪ : રાજકોટના ઉદ્યોગનગર વિસ્‍તારમા છેલ્લા ઘણા સમયથી બુટલેગરના ત્રાસથી પરેશાન રહેલા સ્‍થાનિકોએ આજે ઉગ્ર રોષ વ્‍યક્‍ત કરતાં મોટી સંખ્‍યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી.

સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ ‘ગજો' તરીકે ઓળખાતો ગજેન્‍દ્ર જાદવ નામનો બુટલેગર સતત દારૂની ખુલ્લેઆમ વેચાણ સાથે અસામાજિક પ્રવળત્તિઓ ચલાવે છે. ગજો અને તેની ટોળકી દ્વારા સ્‍થાનિકોને ધમકાવવાનું, મારપીટ કરવી, તેમજ રિવોલ્‍વર લઈને દાદાગીરી કરવી જેવી અનેક ઘટનાઓ વારંવાર સર્જાતી હોવાનો આક્ષેપ છે.

ક્રાઈમ રેકોર્ડ હોવા છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ સ્‍થાનિકોનું કહેવું છે કે આ બુટલેગર સામે પોલીસ ચોપડે અનેક ગુનાઓ નોંધાયેલા હોવા છતાં તેની વિરુદ્ધ સખ્‍ત કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્‍ક્રિય નજરે પડી રહી છે.

ગઈકાલે રાત્રે પણ એક સ્‍ક્રેપ વેપારી સાથે ગજોએ દારૂના નશામાં જાહેરમાં મારપીટ કરી હોવા છતાં એ-ડિવિઝન પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ સ્‍થાનિકો દ્વારા કરવામાં આવ્‍યો છે.

પોલીસ કમિશનર કચેરીએ ૩ કલાકથી વધુ રાહ, પરંતુ ફરિયાદ ન સાંભળવામાં આવી

લોકો જણાવ્‍યા મુજબ સવારે ૧૧ વાગ્‍યાથી મોટી સંખ્‍યામાં નાગરિકો કમિશનર ઓફિસે એકત્ર થયા હતા, પરંતુ ત્રણ કલાકથી વધુ સમય થઈ ગયા પછી પણ ફરિયાદ સાંભળવા કોઈ જવાબદાર અધિકારી ન આવતા રોષ ફાટી નીકળ્‍યો હતો.

બુટલેગર સોશિયલ મીડિયામાં દાદાગીરીના વીડિયો મૂકે છે

સ્‍થાનિકોએ જણાવ્‍યું કે ગઈકાલે રાત્રે ૧ વાગ્‍યે એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરવા છતાં આજે પણ ગજો ખુલ્લેઆમ વ્‍હોટ્‍સએપ સ્‍ટેટસ પર દાદાગીરી દાખવતા વીડિયો મૂકે છે, જે પોલીસે કઈ રીતે તેની સામે કાર્યવાહી કરી નથી તે અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.

સ્‍થાનિકોએ ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીને સંપર્ક કર્યો

સ્‍થિતિ ગંભીર બનતા સ્‍થાનિકોએ ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીને ફોન કરીને સમગ્ર ઘટના અંગે વિગત આપી હતી.

મેવાણીએ લોકોના રોષને ધ્‍યાનમાં લઈને તેમને આશ્વાસન આપ્‍યું કે તેઓ વ્‍યક્‍તિગત રીતે પોલીસ કમિશનર સાથે વાત કરશે અને જરૂર પડ્‍યે જનતા રેડ કરવા માટે પણ તેઓ તૈયાર છે.

ગળહ મંત્રી હર્ષ સંઘવી સામે મેવાણીની ફરી ટકોર? રાજ્‍યસભર અસામાજિક પ્રવળત્તિઓ અને બુટલેગિંગના મુદ્દે ગળહ મંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણી વચ્‍ચે છેલ્લા સમયથી ચાલતા આક્ષેપ-પ્રત્‍યાઆક્ષેપની પળષ્ઠભૂમિમાં આ ઘટના વધુ રાજકીય તણાવ ઊભો કરે તેવી શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

રાજકોટમાં સર્જાયેલી આ પરિસ્‍થિતિ કાયદો-વ્‍યવસ્‍થા અંગે સરકારની જવાબદારી અને પોલીસની કામગીરી પર અનેક ‘ચિન્‍હો ઊભા કરે છે

સ્‍થાનિકોમાં ભારે રોષ છે અને તેઓ તાત્‍કાલિક કડક પોલીસ પગલાંની માંગ કરી રહ્યા છે. હવે પોલીસ કમિશનર અને શહેર પોલીસ તંત્ર આ પ્રકારના બુટલેગર વિરુદ્ધ સ્‍પષ્ટ અને દૃશ્‍યમાન કાર્યવાહી કરે છે કે નહીં તે જોવુ રહ્યું.

(3:48 PM IST)