News of Monday, 24th November 2025
કાલાવડ રોડ શાળા પાસે અજાણ્યા યુવાનનું મોત
તાલુકા પોલીસે મૃતકના વાલીવરસની શોધખોળ હાથધરી

રાજકોટ, તા.૨૪: કાલાવડ રોડ પર આવેલી માસુમ સ્કુલ પાસે અજાણ્યા યુવાન બેભાન હાલતમાં મળી આવતા તેને સિવિલ હોસ્પિટલાં ખસેડાયા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા તાલુકા પોલીસે તપાસ હાથધરી છે.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલી માસુમ સ્કુલ પાસે આશરે ૨૬ વર્ષિય અજાણ્યો યુવાન બીમારીના કારણે બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણકરતા ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.પી. ચોૈહાણ તથા રાઇટર કિરીટભાઇ રામાવતે સ્થળપર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે. મૃતક યુવાનની છાતીના ભાગે જૂના છરકાના નિશાન છે. જો કોઇઆ યુવાનના સગાસંબંધી હોઇ તો તાલુકા પોલીસ સ્ટેશન ફોનનંબર ૬૩૫૯૬ ૨૭૪૧૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(3:13 PM IST)










