તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
ડો.મુકેશ શુકલાઃસૌરાષ્ટ્રનો વૈશ્વિક ઝગમગાટ
સુરેન્દ્રનગરના ભૂદેવે એઇડ્સ, લીવર, કફ, પાઇલ્સ, વગેરેના સટિક ઇલાજોના પેટન્ટ મેળવીને દુનિયાને દંગ કરી હતી : ડો. શુકલાના નિધનથી રિસર્ચની દુનિયામાં અંધકાર છવાયોઃ વિશ્વમાં મોટું નામ અસ્ત થયું

રાજકોટ તા. ૨૪: સુરેન્દ્રગરના ડો. શુકલાનું નિધન થયું છે. તે અસામાન્ય સિધ્ધિ ધરાવતા હતા. HIV-એઈડ્સ, ટી.બી., મેલેરિયા, લિવર, શરદી-કફ, પાઇલ્સ, હ્રદયરોગ વગેરે ઉપરાંત મ્યુકોર માઇકોસીસ જેવા ગંભીર રોગો વિશે સંશોધન કરી તેની આયુર્વેદિક દવાઓ જાતે શોધી તેની પેટન્ટ મેળવનાર વિરલ વ્યક્તિત્વ એવા સુરેન્દ્રનગરના સાયન્ટિસ્ટ ડો. મુકેશભાઇ શુક્લનું અચાનક નિધન થયું છે. તેઓએ ઓલ્ટરનેટીવ મેડિસિનમાં એમ.ડી. તથા પી.એચ.ડી. કરી આયુર્વેદના અમૂલ્ય વારસાને વિશ્વસ્તરે લઇ જઇ વૈજ્ઞાનિક ઢબે વનસ્પતિઓની આંતરરાષ્ટ્રીય કક્ષાએ છણાવટ કરી હતી. વનસ્પતિ શોધવા જૂનાગઢના ગિરનાર જંગલને આખું ખુંદી વળ્યા હતા ઉપરાંત અનેકવાર હિમાલય, નેપાળ અને માઉન્ટ અબુ પ્રવાસ કર્યો હતો. ડો. મુકેશ શુક્લનો ઉદેશ માત્ર વનસ્પતિજન્ય દવાઓના સંશોધન કેવળ લોકોને સલામત, અસરકારક અને સસ્તી દવાઓ મળે તેજ હતો. તેમણે આયુર્વેદ અને બાયોટેક્રોલોજી પર ૧૫ પુસ્તકો લખ્યાં છે અને તેમના ૬ આંતરરાષ્ટ્રીય પબ્લિકેશન પણ બહાર પડેલા.
કુદરતી જડીબુટ્ટી-વનસ્પતિથી માણસ સાજો-સારો થયો હોય તે વાત હવે માત્ર જૂની પેઢીના લોકો પાસેથી સાંભળવા મળતી હોય છે. ૫૦-૧૦૦ જડીબુટ્ટી જાણતા હોય એવા થોડાંક માણસો મળી પણ જાય, પરંતુ એક સાથે અનેક પ્રકારની આયુર્વેદિક દવાને એચઆઇવી-એડ્સ, ટી.બી., મેલેરિયા, લિવર, શરદી-કફ, પાઇલ્સ વગેરે ઉપરાંત મ્યુકોર માઇકોસીસ જેવા ગંભીર રોગો વિશે સંશોધન કરી તેની આયુર્વેદિક દવાઓ જાતે શોધી તેની પેટન્ટ મેળવનાર જાણકાર-વિદ્વાન ભારતમાં કોઈ હશે તે વાત ભાગ્યે જ માન્યામાં આવે, પણ હકીકત એ છે કે એવું વિરલ વ્યક્તિત્વ ભારતમાં જ હતા અને તેઓ એમ.ડી. પી.એચ.ડી. (અલ્ટરનેટીવ મેડિસીન્સ) રીસર્ચ વૈજ્ઞાનિક ગુજરાતના સુરેન્દ્રનગરમાં રહેતા શ્રી ડો. મુકેશ એચ. શુક્લજી હતા જેમનું અચાનક અવસાન થયું છે.
માન્યમાં ન આવે પણ તે હકીકત છે કે સૌરાષ્ટ્રના નાના શહેર સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક ડોક્ટર મુકેશ શુક્લજીએ સંશોધન કરેલ પાંચ દવાઓ ક્લિનીકલી સિધ્ધ થઇ ગઇ હતી જેમાં લિવર ના રોગો-કમળો, હ્રદયરોગ-એન્ટીઓક્સીડન્ટ, એન્ટી મેલેરિયા, એન્ટી એચ.આઇ.વી. ને કોરોનામાં એન્ટીવાયરલ અને ઇમ્યુનીટી વધારનાર દવાઓ માટે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા અને ભારતમાંથી ખાસ પેટન્ટ પણ મેળવી હતી. એ ઉપરાંત અન્ય ઘણા રોગોની દવાઓની ક્લિનીકલી ટ્રાયલ પણ લેવાઇ ગઇ હતી અને તેને માન્યતા મળી ગઇ હતી. તેમણે ૩૦ વર્ષ ની જહેમત બાદ છોડ આધારિત અર્કમાંથી અથવા જૈવ-સક્રિય રચનાઓમાંથી એચઆઇવીૅ એઇડ્સ, લીવર ડિસફંક્શન કમળો, ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ-એન્ટી ઓક્સિડેન્ટ હાઇ કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટેની દવાઓ સંશોધન કરી વિકસાવી હતી.
ડો. મુકેશ શુક્લનો ઉદેશ માત્ર વનસ્પતિજન્ય દવાઓના સંશોધન કેવળ લોકોને સલામત, અસરકારક અને સસ્તી દવાઓ મળે તેજ હતો. તેમણે એચ.આઇ.વી. બાદ ૧૯૯૪ માં તેઓએ મેલેરિયા વિશે દવા નું સંશોધન શરૂ કરલું. જેમાં ૨૦૦૬ માં તેઓએ વનસ્પતિઓમાંથી કાર્યશિલ સત્વો છૂટા પાડી મેલેરિયાની અભૂતપૂર્વ દવાનું સંશોધન કર્યું. મેલેરિયાની દવાનું પણ પેટન્ટ ભારતમાં કરાવેલ.
પરિવારમાં ડોક્ટર સાહેબના પત્નિ, બે દીકરીઓ, જમાઇએ અને તેના બાળકો ધ્વની, સ્વર અને ધન્વી, ઓમ છે. આયુર્વેદ દવાના સંશોધન યજ્ઞમાં જીવન હોમી દેનાર ડો. મુકેશ શુક્લજી કાયમ યાદ રહેશે.
ડો. શુકલાની સિધ્ધિઓની ઝલક
૧. માત્ર ૨૦ વર્ષની ઉંમરે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એવોર્ડ - ૧૯૬૯
૨. એન્ટી એચ.આઇ.વી. ડ્રગ સંશોધન બદલ યુ.એસ.એ. પ્રેસિડેન્ટ દ્વારા ૧૯૮૬ માં સન્માન.
૩. યુ.કે. ના બી.બી.સી. રેડિયો પરથી ૧૯૯૩ માં ‘આયુર્વેદ એટ એ ગ્લાન્સ' પ્રસારીત.
૪. યુનેસ્કો ક્લબ ઓફ કોલકત્તા તરફથી ૧૯૯૪ માં એવોર્ડ.
૫. ફાઉન્ડેશન ઓફ ઈન્ટિગ્રેટેડ મેડિસિન, વર્લ્ડ ફેડરેશનના ફેલો- ‘આયુર્વેદ' પર અભ્યાસ કાર્ય માટે સભ્યપદ પુરસ્કાર અને પુરસ્કારનું પ્રમાણપત્ર- વર્લ્ડ ફેડરેશન ઓફ ઈન્ટિગ્રેટેડ મેડિસિન, નવી દિલ્હી (૧૯૯૬).
૬. મુનુફુ ટ્રેડિશનલ રીસર્ચ એન્ડ ક્લિનિક સંશોધન તાંઝાનિયા- આફ્રિકન લોકો માટે નિવારક પગલાંઓ લેવા માટે સન્માન (વર્ષઃ ૨૦૦૧) -બાયોટેકનોલોજી
૭. નાયરોબી યુનિવર્સિટી, આરોગ્ય વિભાગ. નૈરોબી. કેન્યા- HIV/AIDS- દ્વારા ડિસ્ક્વરી પ્રતિભાશાળી વ્યાખ્યાન માટે. (વર્ષઃ ૨૦૦૧) -બાયોટેકનોલોજી.
૮. ધ સાયન્સ એડવાઝરી બોર્ડ ર્આલિંગ્ટન આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સભ્ય તરીકે સ્વિકળતિ (૨૦૦૫)
૯. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગર, ગુજરાત- દ્વારા તેના પ્રથમ અંકમાં એન્ટી મેલેરિયલ આર્ટિકલ પ્રસિધ્ધ કર્યો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ડ્રગ ડિસ્કવરી સહયોગ. જિનીવા, સ્વિટ્ઝરલેન્ડ. (વર્ષ ૨૦૦૬)
૧૦. એન્ટી -ટયુબરકયુલોસિસ ડ્રગ ડિસ્કવરી - નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થ, યુએસએ સરકાર દ્વારા ‘કરાર'. (૨૦૦૬)
૧૧. ગ્લોબલ હેલ્થ કાઉન્સિલ, વોશિંગ્ટન ડીસી, યુએસએ- આયુષી બાયોટેક દ્વારા એચ.આય.વી/એઇડ્સ, ટીબી અને મેલેરિયા પરામર્શ કેન્દ્ર પર પ્રકાશિત લેખ. વિનામુલ્યે કાઉન્સેલિંગ દરેક લોકો માટે કર્યું. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વિધાનસભાના માનનીય સભ્ય દ્વારા કેન્દ્રનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. (વર્ષ ૨૦૦૭)
૧૨. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, અમદાવાદ-મુંબઈ-પુણે-ચંદીગઢ- એચ.આઈ.વી. વિરોધી દવા શોધ પર ભારતીય પેટન્ટ અને PCT- આંતરરાષ્ટ્રીય પેટન્ટ તરીકે લેખ પ્રકાશિત. (વર્ષ ૨૦૦૮)
૧૩. એચ.આય.વી/એડ્સ અને તેના નિવારણ મંચ પર અસાધારણ વ્યાખ્યાન ઉપરાંત ડ્રગ ડિસ્કવરી- કેન્યાની છ ટીવી ચેનલો- પ્રસારિત ૨૦૦૮ -પ્લાન્ટ કિંગડમ
૧૪. ધ સાયન્સ એડવાઇઝરી બોર્ડ, ર્આલિંગ્ટન, યુએસએ- તેની જાણીતી વેબસાઇટ પર એચઆઇવી ડ્રગ ડિસ્કવરી પર પ્રકાશિત લેખ. (વર્ષ ૨૦૦૮)
૧૫. ઝી ટીવી - ડ્રગ ડિસ્કવરી એન્ડ પ્લાન્ટ કિંગડમ, (૨૦૦૯) - મુલાકાત પ્રસારિત.
૧૬. સ્ટોપ ટીબી કન્સ્ટ્રમ ‘હુ' જીનીવા સ્વિત્ઝરલેન્ડમાં આંતરરાષ્ટ્રિય વૈજ્ઞાનિક સભ્ય (૨૦૦૭)
૧૭. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ડીએનએ- અગ્રણી રાષ્ટ્રીય સમાચાર પેપરે ગૌરવશાળી સફળતાની સ્ટોરી પ્રકાશિત કરી. (વર્ષ ૨૦૧૧-૧૨)
૧૮. ‘ભારતીયા વિકાસ રત્ના પુરસ્કાર'. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ, નવી દિલ્હી દ્વારા આપવામાં આવ્યો. નવી દિલ્હી ખાતે ભારતના માન.અધ્યક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર ડો.જી.વી.કે. કિષ્ણમૂર્તિ દ્વારા HIVUB/મેલેરિયામાં ઉત્કળષ્ટ ક્ષેત્ર પ્રવળત્તિઓ માટે (વર્ષ ૨૦૦૯)પુરસ્કાર અપાયો.
૧૯. ગુજરાત રાજ્યની ૧૦૦ સેલિબ્રિટીઝમાં સ્થાન પ્રાપ્ત કર્યું. (૨૦૧૦)
૨૦. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટે આમંત્રિત
૨૧. ઇન્ડિયા મેડિકલ ટાઇમ્સ- પ્રકાશિત પ્રેસ નોટ ત્રણ ડ્રગ ડિસ્કવરી પ્રોફાઇલ જુલાઇ ૨૧, ૨૦૧૩
૨૨. છોડ અને તેની જૈવવિવિધતા વિશે ૧૫ પુસ્તકો પ્રકાશિત કર્યા.
૨૩. માન. કલેકટર, સુરેન્દ્રનગર જિલ્લાએ બાયોટેકનોલોજી પરના ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું.
૨૪. મહામહિમ, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રી.કોહલી દ્વારા રાજ ભવન, ગાંધીનગર ખાતે સૌજન્ય બેઠક માટે આમંત્રિત! ૨૮ મી જાન્યુઆરી. ૨૦૧૫. બાયોટેકનોલોજી અને પ્લાન્ટ કિંગડમ દ્વારા દવાની શોધ પરના જીવન સમયના અભ્યાસક્રમને બિરદાવ્યું.
૨૫. એવોર્ડ, ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (૨૦૧૮)
૨૬. પ્રતિષ્ઠિત પુરસ્કાર-સિગ્મા ઓસ્કાર! ચીફ એર માર્શલ (નોર્ધન કમાન્ડ) તે નવી દિલ્હી, ૨૦૧૮. ખાતે સ્વિકાર્યો.
(3:59 PM IST)










