News of Monday, 24th November 2025
ધોરાજીના મામલતદાર આર.કે પંચાલ ની વઢવાણ ખાતે બદલી થઈ ધોરાજીના મામલતદાર તરીકે વિંછીયા થી હિતેન્દ્ર બારોટ નવા મામલતદાર તરીકે નિમણૂક
રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ મામલતદાર તરીકે બે એવોર્ડ પ્રાપ્ત કરનાર આર.કે પંચાલ ની સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે બદલી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજી રાજ્ય સરકારે મામલતદાર ની બદલી નો ઓર્ડર કરતા રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ મામલતદાર તરીકે ફરજ બજાવનાર અને જિલ્લા કલેકટર દ્વારા બે વખત એવોર્ડ આપીને સન્માનિત આર.કે પંચાલ ની સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે બદલી નો ઓર્ડર આવ્યો હતો
જ્યારે તેમની ખાલી જગ્યાએ વિછીયા મામલતદાર હિતેન્દ્ર બારોટ ને ધોરાજી મામલતદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી
ધોરાજીના મામલતદાર આર.કે પંચાલે ધોરાજી શહેરમાં યશસ્વી કામગીરી કરતા અને રાજકોટ જિલ્લામાં બે બે વખત સન્માનિત એવોર્ડ પ્રાપ્ત કરનાર આર.કે પંચાલના વિદાય સમયે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી તેમજ લોકસાહિત્યકાર રમેશભાઈ ચુડાસમા સુરત તેમજ સિવિલ એન્જિનિયર વત્સલ રાઠોડ તેમજ મામલતદાર ઓફિસ ના કર્મચારીગણ વિગેરે વિદાય લેતા મામલતદારને હારતોરા કરી સન્માનિત કર્યા હતા અને ધોરાજીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
આ સમયે વિદાય લેતા મામલતદાર આર કે પંચાલે જણાવેલ કે ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ ખૂબ જ મને સહકાર આપ્યો છે અને તમામ કર્મચારીઓએ પણ ખૂબજ સારો સહકાર આપ્યો છે હું ક્યારેય ભૂલી શકીશ નહીં અને તમામ લોકોનો આભાર માન્યો હતો
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
