News of Monday, 24th November 2025
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા વકીલોને માંદગી સહાયના ૧૮ લાખ ચૂકવવાનો નિર્ણયીં

રાજકોટ, તા.૨૪: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯૨ થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મળત્યુસહાય તેમજ માંદગી સહાય સમીતિ દ્વારા જરૂરીયાતમંદ ધારાશાષાીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માંદગીસહાય સમીતિના ચેરમેનશ્રી દિલીપ કે. પટેલ તથા સભ્યો ભરત વી. ભગત અને શંકરસિંહ એસ. ગોહિલ ની હાજરીમા તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ મીટીંગ મળેલ. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમીતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોના ૫૧ જેટલા ધારાશાષાીઓ પાસેથી માંદગી સહાય મેળવવા માટેની અરજીઓ મંજુર કરતા માંદગી સહાય પેટે ફુલ્લે રૂપિયા અઢાર લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ તેમજ ૯ ઉપરાંતના ધારાશાષાીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ૧૭ ઉપરાંતના ધારાશાષાીઓન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમિટીમાં પણ ધારાશાસ્તીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરનાર ધારાશાષાીઓને જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાયનો લાભ મેળવવા હકકદાર બને છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
