<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

પાળ ગામને આંગણે બુધવારથી ધર્મોત્‍સવઃ પુનઃ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ-શ્રીમદ ભાગવત કથા-સમુહલગ્નોત્‍સવ

નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે વૈદિક મંત્રોચ્‍ચાર સાથે દેવી-દેવતાઓની પુનઃ પ્રાણપ્રતિષ્‍ઠા, કથાનું રસપાન કરાવશે, ૧૧ દીકરોઓના સમુહલગ્નનું પણ આયોજન

રાજકોટ,તા.૨૪: રાજકોટ નજીક આવેલ પાળ ગામમાં શ્રી નકલંક મંદિર (ઠાકર દ્વારો), સંતશ્રી આંબેવપીર ધામ ખાતે ભવ્‍ય 'પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ' અને 'શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ'નું આયોજન કરવામાં આવ્‍યું છે. ધર્મ અને આસ્‍થાના આ પાવન પર્વમાં સમસ્‍ત ધર્મપ્રેમી જનતાને આમંત્રણ સાથે યોજાએલ પત્રકાર પરીષદમાં આગેવાનો દ્વારા વિગતો આપવામાં આવી હતી.

દસ દિવસીય ધાર્મિક મહોત્‍સવનો પ્રારંભ તા.૨૬-૧૧ બુધવારના રોજ થશે અને તા.૫-૧૨, શુક્રવારના રોજ પૂર્ણાહુતિ થશે. આ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ તા.૨૬-૧૧, બુધવાર થી તા.૨૮-૧૧, શુક્રવાર યજ્ઞના પાવન માહોલમાં વૈદિક મંત્રોચ્‍ચાર સાથે દેવ-દેવીઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

તા.૨૯-૧૧, શનિવાર થી તા.૫-૧૨, શુક્રવાર સુધી શ્રીમદ્‌ ાગવત કથાનું આયોજન કરાયું છે. જેમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંત્ર દ્વારા સ્‍વામી શ્રી શ્રિપ્રાગીરી જી મહારાજ (પૂ.બાપુજી) પાલનપુર, સુરત કથાનું સંગીતમય રસપાન કરાવશે. કથાકારના સુમધુર વાણીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરી ધર્મલાભ લેવા વિનંતી છે. જ્‍યારે તા.૫-૧૨, શુક્રવાર મહોત્‍સવની પૂર્ણાહુતિના દિવસે ૧૧ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું છે.

નકલંક મંદિર (ઠાકર દ્વારો) અને સંતશ્રી આંબેવપીર ધામના આંગણે યોજાનાર આ મહોત્‍સવ માત્ર ધાર્મિક ક્રિયાકાંડ ન રહેતા, સમુહ લગ્નોત્‍સવ દ્વારા સમાજસેવાનો સંદેશ પણ આપતા હોવાનું જણાવાયું છે.

પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવઃ શ્રી નકલંક ભગવાન અને આંબેવપીરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા. રામદેવપીર મહારાજનો સ્‍થંભઃ ધર્મ અને આસ્‍થાના પ્રતીક સમાન સ્‍થંભની સ્‍થાપના. ૧૧ દિકરીના સમુહ લગ્નઃ સમાજ માટે ગૌરવરૂપ ૧૧ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન. શ્રીમદ્‌ ભાગવત સપ્તાહઃ કથા શ્રવણનો અણમોલ લ્‍હાવો.

આ ધાર્મિક ઉત્‍સવને ભવ્‍ય, ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે પાળ ઠાકર સેવક ગણ તથા આંબેવપીર (ભગત) પરિવાર તથા મહંતશ્રી ટીટાભગત સત્‌ આંબેવપીર ધામ પાળ ઠાકરના સર્વે સેવગણ તેમજ ભરવાડ સમાજ દ્વારા નિમંત્રણ અપાયું છે. આ પ્રસંગે મહંતશ્રી ટીટાભગત, મહા મંડલેશ્વર ૧૦૦૮ ધનશ્‍યામપુરી બાપુ (થરા), અને વડવાળી જગ્‍યા-ગોંડલ લોહલંગરી બાપુ આર્શીવચન આપશે.

સ્‍થળઃ શ્રી નકલંક મંદિર (ઠાકોર દ્વારા) સત્‌ શ્રી આંબેવપીર ધામ, પાળ ગામ, તા.લોધિકા, રાજકોટ.

આયોજનને સફળ બનાવવા નિલેશભાઈ ગત (મો.૯૮૨૫૩ ૯૮૮૧૮), મહેશભાઈ ગત (મો.૯૮૯૮૬ ૨૯૯૭૩), જયેશભાઈ વસોયા (મો.૮૧૪૧૪ ૧૧૬૬૯), મયુરભાઈ ભગત, અશોકભાઈ ભગત, મહંત શ્રી ટીટાભગત, અજય ભગત, લાભભાઈ જળુ, અનીલભાઈ જળુ, પોલાભાઈ મૈત્રા, જયેશભાઈ વસોયા, બાબુભાઈ ટીલાળા, બાબુભાઈ વેકરીયા, જેન્‍તીભાઈ ટીલાળા, જયેશભાઈ ધામી, ચંદુભાઈ ટીલાળા, કિરીટભાઈ ભુત, પરેશભાઈ વસોયા, મેહુલભાભઈ માટીયા, મેહુલભાઈ ગમારા, પિન્‍ટુાઈ વસોયા, મેહુલભાઈ ચાવડીયા, યોગેશભાઈ શિયાળ, ભીમાભાઈ બવ, ધવલભાઈ ઝાપડા, દીપાભાઈ ટારીયા, લખનાઈ સરશીયા, વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:48 PM IST)