<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બાદશાહ ઓફ બોલિવૂડ શાહરૂખનો આવતીકાલે જન્‍મદિવસઃ કિંગખાનનો ૬૧માં વર્ષમાં પ્રવેશ : ટીવી સિરિયલ ‘‘ફૌજી'' થી દર્શકોમાં ઓળખ મળીઃ ૧૯૯૨માં ફિલ્‍મ ‘‘દિવાના'' થી બોલીવુડમાં એન્‍ટ્રી, પદ્મશ્રી સહિત અનેક એવોર્ડ મળી ચૂક્‍યા છે : સફળ ફિલ્‍મોની ભરમાર, એક્‍ટર કરતા બિઝનેસમેન વધુ, કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક પણ છે, ૧૦૦ થી વધુ બ્રાન્‍ડ્‍સના મોડલ, અભિનેત્રી કાજોલ સાથે ૭ ફિલ્‍મમાં કામ કરી આ જોડી એ દર્શકોમાં ધૂમ મચાવી હતી, ‘‘બડે બડે દેશો મેં એંસી છોટી છોટી બાતે હોતી રહેતી હૈ'' ‘‘કોઈ ધંધા છોટા નહી હોતા ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહી હોતા'' શાહરૂખ અલીબાગના આલિશાન ફાર્મ હાઉસમાં ઉજવશે જન્‍મદિવસ 2:28 PM IST

દિલ્‍હીથી અમદાવાદ આવતી ફલાઈટ અચાનક રદ કરી દેવાતા મુસાફરોમાં દેકારો એરલાઈન્‍સે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા પણ ન ગોઠવી અને મુસાફરોને ઘરભેગા થઈ જવાનું કહેતા પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો રાજકોટઃ દિલ્‍હીથી અમદાવાદ આવતી ફલાઈટ નં.૨૫૬૮ અચાનક રદ કરી નાખવામાં આવતાં મુસાફરોમાં દેકારો મચી ગયો છે. એરલાઈન્‍સે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા ગોઠવવાના બદલે મુસાફરોને ઘરભેગા થઈ જવાનું મહેતા પ્રચંડ રોષ ફાટી નિકળ્‍યો છે. આ ફલાઈટમાં અગત્‍યના કામો સાથે અમદાવાદ આવી રહેલા ‘‘પ્રેરણાનું ઝરણું''ના સર્જક સહિત અનેક લોકો મુશ્‍કેલીમાં મુકાયા છે. આ લખાય છે ત્‍યારે બપોરે ૨:૪૫ સુધી એરલાઈન્‍સ તરફથી કોઈ જ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી નથી. તેમ જીતેન્‍દ્રભાઈ અઢીયાએ જણાવ્‍યું છે.3:42 PM IST

એકતાનગરમાં ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસ્કૃતિની ઝલક જોવાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક' મંત્રને ભારત પર્વ ઉજાગર કરે છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: વડાપ્રધાનએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને એકતાનગર વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બને તે માટેનું વિઝન આપ્યું છે :ભુપેન્દ્રભાઈ પટેલ:દરરોજ સાંજે બે-બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરાશે :45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન: 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરાયા8:55 PM IST

.6:03 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST