તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો: જાણો કયા શહેરમાં કેટલું તાપમાન અને લઘુત્તમ તાપમાન નોંધાયું ?
મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતાં 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું: સવાર અને રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ

અમદાવાદ :ગુજરાતમાં શિયાળાની ઋતુનું વહેલું અને જોરદાર આગમન થયું છે. ઓક્ટોબરના અંતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડા બાદ, નવેમ્બરની શરૂઆતમાં જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતાં 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું છે,સવાર અને રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
આજે 1 નવેમ્બરના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15.6°C નોંધાયું, જે સામાન્ય તાપમાન કરતાં 4.6 ડિગ્રી ઓછું છે.ભૂજમાં પણ ઠંડીનો સારો એવો અહેસાસ થયો, જ્યાં તાપમાન 16.2°C રહ્યું અને તે સામાન્ય કરતાં 4.1 ડિગ્રી નીચું હતું.
નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15.6°C નોંધાયું, જે સામાન્ય તાપમાન કરતાં 4.6 ડિગ્રી ઓછું છે.
ભૂજમાં પણ ઠંડીનો સારો એવો અહેસાસ થયો, જ્યાં તાપમાન 16.2°C રહ્યું અને તે સામાન્ય કરતાં 4.1 ડિગ્રી નીચું હતું.
રાજકોટમાં તાપમાન 17.8°C નોંધાયું, જે સામાન્ય કરતાં 3.4 ડિગ્રી ઓછું છે.
રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 19.3°C નોંધાયું, જે સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઓછું હતું
કંડલા એરપોર્ટ માં તાપમાન 18.7°C રહ્યું, જે સામાન્ય કરતાં 4.5 ડિગ્રી નીચું હતું
હાલમાં ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવાર અને રાત્રિના લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થવાથી ઠંડી વર્તાય છે, જ્યારે બપોરના સમયે સૂર્ય તપી જતાં ગરમીનો અહેસાસ પણ થાય છે. જોકે, ગઇકાલે (31 ઓક્ટોબરે) મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જેના કારણે દિવસ દરમિયાન પણ સામાન્ય ઠંડક પ્રવર્તી રહી છે.
હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનો આ તાપમાન ઘટાડવા માટે જવાબદાર છે. આગામી દિવસોમાં પણ આ ઠંડીનો માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે, અને લઘુત્તમ તાપમાનમાં હજી પણ એકથી બે ડિગ્રીનો વધુ ઘટાડો જોવા મળી શકે છે.
શહેરમહત્તમ તાપમાન (°C)સામાન્યથી ઓછુંન્યૂનતમ તાપમાન (°C)સામાન્યથી ઓછુંઅમદાવાદ26.5-8.423.14.0અમરેલી26.3-8.921.62.5બરોડા29.2-6.324.04.3ભાવનગર26.8-7.723.72.8ભુજ31.6-4.222.61.9દાહોદ25.4--22.0--દમણ29.6--23.0--ડાંગ28.2--25.0--ડીસા31.2-4.522.11.7દિવ30.1-7.824.85.9દ્વારકા30.0-3.124.55.0ગાંધીનગર26.5-7.523.04.3કંડલા29.9-5.024.01.1નાલિયા32.2-3.220.81.7ઓખા29.6-1.724.8-0.2પોરબંદર30.4-3.423.42.2રાજકોટ26.7-9.422.01.1સુરત26.0-9.423.82.6સુરત KVK31.4--24.61.7વેરાવળ28.0-6.924.21.5
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
