<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ગીર સોમનાથ જિલ્લા અગ્રણી તાલાલા-ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડનો જન્‍મદિવસ

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા.૧: ગીર-સોમનાથ જિલ્લા અગ્રણી અને તાલાલા ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ નો ૧ નવેમ્‍બર જન્‍મદિવસ તારીખ ૧-૧૧-૧૯૫૯ ના રોજ બાદલપરા ગામે જન્‍મેલા તેઓ તથા તેમનો પરિવાર પ્રજા અને દેશ સેવામાં આગળ રહે છે. દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં વડીલોને દ્વારકા યાત્રા કરાવવી, તેમજ પ્રજાના પ્રશ્‍નો જાણવા દરેક ગામડે જઈ રૂબરૂ બેઠકો કરવી તથા બાદલપરાને દેશનું આદર્શ ગામ બનાવવામાં તેઓનું મોટું યોગદાન છે. તેઓના જન્‍મદિવસે જન્‍મદિનને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓ પાઠવાઈ રહી છે. મો. નં. ૯૮૨૫૨૨૦૨ ૩૩.

(10:43 AM IST)