તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
જુનાગઢમાં ગિરનાર પરિક્રમા રદ કરવામાં આવી છે તેમ છતાં ભાવિકોની ભીડ ઉમટી પડી : ઉપલા દાતાર અને અંબાજી માતાજીના દર્શને મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટયા : જુઓ વિડીયો
રોપવે પણ ચાલુ થઈ જતા ભાવિકોની ભીડ વધી :ભાવિકોએ દાતાર બાપુના દર્શન કરી અને ધન્ય બન્યા હતા અને જગ્યા ખાતે ટૂંકું રોકાણ કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧ : ઉપલા દાતારે ભાવિકોની ભારે ભીડ પરિક્રમા કરવા પધારેલા ભાવિકો દાતાર જઈ ચડ્યા હતા.
જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે પરિક્રમા મોકૂફ રખાય છે ત્યારે યાત્રિકો ઉપલા દાતાર બાપુ ના દર્શન કરવા ઉમટી પડ્યા છે આજરોજ હજારોની સંખ્યામાં દાતારના દરબારમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા પધારેલા તમામ યાત્રિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ હતી અને સરસ મજાના વાતાવરણ વચ્ચે દાતાર બાપુ ના દર્શને પધારેલા ભાવિકોએ દાતાર બાપુના દર્શન કરી અને ધન્ય બન્યા હતા અને જગ્યા ખાતે ટૂંકું રોકાણ કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી હાલમાં વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા બંધ રખાય છે ત્યારે આવી ચડેલા ભાવિકોએ ગિરનાર અને દાતારની યાત્રા કરવાનું મુનાશીપ માની અને ભાવિકો ઉપલા દાતાની જગ્યા નીચેથી ઉપર સુધી દરેક જગ્યાએ ભાવિકોની સુખાકારી માટે ચા પાણી વગેરેની સુંદર મજાની વ્યવસ્થા જગ્યા તરફથી ઊભી કરાઈ છે.
જૂનાગઢ ગિરનાર ઉપર ભાવિકો ઉમટી પડ્યા આજે ઉધાડ નીકળતા અને રૉપાવે ચાલુ થતાં ગિરનાર અંબાજી મંદિર પરિસર માં ભાવિકો ની ભારે ભીડ જોવા મળી હતી.(તસ્વીર:મુકેશ વાધેલાએ-જુનાગઢ)
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
