તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ના મોઢે આવેલો કોળિયો છીનવાયો
પાવીજેતપુર તાલુકાના ખાડિયા, અમાંદર, તારાપુર અને ઉમેરવાના વિસ્તારોમાં ખેતરમાં ડાંગરનો પાક લહેરાતો હતો ત્યાં કમોસમી વરસાદે તબાહી મચાવી કે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની આર્થિક રીતે કમર તૂટી છે, પાવીજેતપુર તાલુકાના ખાડિયા, અમાંદર, તારાપુર અને ઉમેરવાના વિસ્તારો કે જ્યાં થોડા જ દિવસ પહેલા ખેતરમાં ડાંગરનો પાક લહેરાતો હતો અને ખેડૂતોને હૈયે હરખ સમાતો હતો નહીં. ખેડૂતોને આશા હતી કે ડાંગરના પાકનું વેચાણ કરીને મહેનતનું ફળ મેળવીશું પરંતુ માવઠાએ ખેડૂતોના સપના અને મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમનસીબી કમોસમી વરસાદે એવી તો તબાહી મચાવી છે કે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેતી પર નિર્ભર ખેડૂતો પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
