તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
બીજા માળે રેલીંગમાં બેસી પત્નિ સાથે વિડીયો કોલમાં વાત કરતી વખતે બ્રિજેશ પટકાયો
ગંભીર ઇજાઃ કોઠારીયા ગુલાબનગરનો બનાવઃ યુવાન સારવારમાં

રાજકોટ તા. ૧: મોબાઇલ ફોનમાં વાત કરતાં અમુક લોકો અકસ્માતને નોતરી લેતાં હોય છે. કોઠારીયાના ગુલાબનગરમાં રહેતો યુવાન રાતે નવેક વાગ્યે ઘરના બીજા માળે બાલ્કનીમાં રેલીંગ પર બેસી વતન યુપી ગયેલી પત્નિ સાથે વિડીયો કોલમાં વાત કરતો હતો ત્યારે બેર્લેન્સ ગુમાવતાં પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો છે.
જાણવા મળ્યા મુજબ ગુલાબનગરમાં રેહતો બ્રિજેશ લાલબહાદુર ચોૈહાણ (ઉ.વ.૨૮) નામનો યુવાન રાતે બીજા માળે બાલ્કનીમાં રેલીંગ બહાર પગ કાઢીને બેઠો બેઠો યુપી વતન ગયેલી પત્નિ સાથે વિડીયો કોલથી વાત કરી રહ્યો હતો. આ વખતે બેલેન્સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં તેના પિતાએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
બ્રિજેશ કારખાનામાં મજૂરી કરે છે. દિવાળી કરવા તેની પત્નિ વતન યુપી ગઇ છે. તે રાતે તેણી સાથે વાત કરતો હતો. ત્યારે આ બનાવ બન્યો હતો.
(3:51 PM IST)










