<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાથી ખેડૂતોને ચિંતા : ખંભાળીયાના આહિર સીંહણ ગામના ખેડૂતોએ પાકનો સર્વેનો બહિષ્કાર કર્યો

70 થી વધુ ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવ્યું નુકસાન થયેલ પાકનું સર્વે કર્યા વિના સરકાર રાહત પેકેજ જાહેર કરે અને ખેડુતોનો પાક વિમો સંપૂર્ણ માફ કરવા ઉગ્ર માંગ કરાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના આહિર સીંહણ ગામના ખેડૂતોનો વિરોધ કમોસમી વરસાદ ને કારણે નુકસાન થયેલ પાકનો સર્વે નો બહિષ્કાર કર્યો 70 થી વધુ ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારી ને આવેદન પાઠવી નુકસાન થયેલ પાકનું સર્વે કર્યા વિના સરકાર રાહત પેકેજ જાહેર કરે અને ખેડુતો નો પાક વિમો સંપૂર્ણ માફ કરવા ઉગ્ર માંગ કરાઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાથી ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઇ ગઇ છે ધરતીપુત્રો હવે સરકાર સામે યોગ્ય સહાયની માંગ સાથે ઉભા થયા છે તાજેતરમાં પડેલા કમોસમી માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને દ્વારકા જિલ્લાના અનેક ગામના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના પાક બરબાદ થયા છે. આ સંજોગોમાં આહિર સિંહણ ગામના 70 થી વધુ ખેડૂતો એકત્રીત થઇ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા.

ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરી સરકારને તાત્કાલિક 100% પાક વીમો ચૂકવવાની માંગ કરવામાં આવી છે. “સરકાર દર વખતે સર્વેનો નાટક કરે છે, પરંતુ વાસ્તવિક સહાય ખેડૂત સુધી ક્યારેય નથી પહોંચતી. ખેડૂતો નું કહેવું છે કે અમારો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે, તેથી 100 ટકા પાક વીમો ચૂકવવો જ જોઈએ તેમજ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન થયેલ મગફળી સરકાર 200 મણ ખરીદી કરે અને જેમાં કમોસમી વરસાદથી નુકસાન થયેલ મગફળી પણ ટેકા ના ભાવે ખરીદી કરે તેવી તેવી ધરતી પુત્રો માંગ કરવામાં આવી છે.

(7:01 PM IST)