News of Saturday, 1st November 2025
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ રાજુલામાં પોણા ચાર ઇંચ અને ખાંભામાં 3 ઇંચ ખાબક્યો
તળાજામાં 2.48 ઈંચ, મહુવામાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો :રાજ્યના અન્ય 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભામાં 2.99 ઈંચ વરસાદ વરસ્યો છે.ત્યારે ભાવનગરના તળાજામાં 2.48 ઈંચ, મહુવામાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના અન્ય 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે 4થી 8 નવેમ્બરે ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. હાલના વાતાવરણ 2 નવેમ્બર સુધી યથાવત રહેશે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદ આવશે
અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં તેમજ પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એંધાણ જોવા મળ્યા છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. તો 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિભારેની શક્યતા છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
