તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
સવારથી બપોર 12 વાગ્યા સુધી રાજ્યના 86 તાલુકામાં વરસાદ:ધંધુકા તાલુકામાં સૌથી વધુ 2.48 ઈંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં માવઠા થયા:રાજુલામાં 3.46 ઈંચ વરસાદ થયો જ્યારે 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

અમદાવાદ : રાજ્યમાં શિયાળો શરૂ થઈ ગયો છે. શિયાળામાં ઠંડીની સાથે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે આ સાથે લોકો પણ બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અત્યારે અરબ સાગરમાં સક્રિય સિસ્ટમને લીધે રાજ્યમાં સાર્વત્રિક માવઠા થઈ રહ્યા છે. જેમાં સવારે 6થી 12 વાગ્યા સુધી રાજ્યના 86 તાલુકામાં વરસાદ થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં માવઠા થયા છે. જેમાં રાજુલામાં 3.46 ઈંચ વરસાદ થયો છે. જ્યારે 12 તાલુકામાં 1 ઈંચથી વધુ માવઠાનો વરસાદ થયો છે.
ધંધુકા: 2.48 ઈંચ,લોધિકા: 1.61 ઈંચ,ઉમરાળા: 1.34 ઈંચ,ચુડા: 1.26 ઈંચ,જંબુસર: 1.18 ઈંચ,સાયલા: 1.10 ઈંચ,ગઢડા: 0.98 ઈંચ,રાણપુર: 0.91 ઈંચ,રાજકોટ: 0.91 ઈંચ અને બરવાળા: 0.91 ઈંચ વરસાદ નોંધાયો છે
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
