News of Saturday, 1st November 2025
કેશોદના નુનારડા ગામે વોંકળામાં પડી જતા ડુબી જવાથી યુવાનનું મૃત્યુ
કોયલાણા (ઘેડ)ના પ્રૌઢનું અગમ્ય કારણોસર મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ : કેશોદના નુનારડા ગામે વોંકળામાં પડી જતા ડુબી જવાથી યુવાનનું અને કોયલાણા (ઘેડ)ના પ્રૌઢનું અગમ્ય કારણોસર મોત થતા ગમગીની પ્રસરી ગઈ હતી.
કેશોદ તાલુકાના નુનારડા ગામના દેવશી હમીરભાઈ રામની વાડીએ ખેત મજૂરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના પ્રવિણભાઈ રમેશભાઈ ભાભોર ઉ.વ. ૩૦ ગામનો યુવાન ગઈકાલે સવારે ખેતરમાં વોકળા કાંઠે સંડાસ કરવા ગયા હતા ત્યારે વાઈ આવતા વોકળાના પાણીમાં ડુબી જતા તેનું મળત્યુ નિપજ્યું હતું.
આ અંગે પોલીસે મળતકના સગા
દિનેશભાઈ ભીમાભાઈ ભાભોરનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે કેશોદ તાલુકાના કોયલાણા (ઘેડ) ગામના અજીતસિંહ ભીખુભા ચાવડા ઉ.વ. ૫૩ નામના પ્રૌઢનું ગઈ તારીખ ૧૪ ઓક્ટોબરના રોજ અગમ્ય કારણસર મળત્યુ થતાં પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
