<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિ નિમિતે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ

અખંડ ભારતના શિલ્‍પી અને રાષ્‍ટ્રના નિર્માતા તેમજ જેમને લોખંડી પુરૂષ તથા સરદારનું બિરૂદ પ્રાપ્ત

રાજકોટ, તા. ૧ : ભારતને આઝાદી અપાવવામાં જેમની મુખ્‍ય ભુમિકા રહેલ છે તેવા લોખંડી પુરૂષ તથા સરદારનું બિરૂદ પ્રાપ્ત થયેલ છે તેવા પ્રભાવશાળી નેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦-મી જન્‍મજયંતિ નિમિતે તેઓની બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે આવેલ પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી, સાંસદસભ્‍યશ્રીઓ, ધારાસભ્‍યો, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ તથા શહેર ભાજપનાં હોદેદારો દ્વારા મસ્‍તક નમન કરવામાં આવેલ. ભારતને આઝાદી અપાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલએ દેશને એક જુથ કરવા માટે ૫૬૨ દેશી રજવાડાનું એકીકરણ કરવામાં ખૂબ જ અગત્‍યની ભુમિકાને યાદ કરવામાં આવેલ. ૩૧-મી ઓક્‍ટોબર રાષ્‍ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. 

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, કોર્પોરેટર પુષ્‍કરભાઈ પટેલ, અશ્વિનભાઈ પાંભર, સુરેન્‍દ્રસિંહ વાળા, રણજીતભાઈ સાગઠીયા, હિરેનભાઈ ખીમાણીયા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, ચેતનભાઈ સુરેજા, નીલેશભાઈ જલુ, જીતુભાઈ કાટોડીયા, કંકુબેન ઉઘરેજા, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, મીનાબા જાડેજા, દક્ષાબેન વસાણી, દુર્ગાબા જાડેજા, મિતલબેન લાઠીયા તથા અન્‍ય અધિકારી/કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ. 

 

(2:24 PM IST)